નાગપુરના મંદિરોમાં ટૂંકા કપડા પહેરનારને નહી મળે પ્રવેશ, ડ્રેસ કોડ લાગુ કરાયો

  • May 27, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના કેટલાક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન દ્વારા નાગપુરના ચાર મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. ફેડરેશનનો દાવો છે કે મંદિરની પવિત્રતા જાળવવા માટે આ પ્રમાણે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનનું કહેવું છે કે ડ્રેસ કોડ દેશના કેટલાક  મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ, મસ્જિદો અને અન્ય પૂજા સ્થાનો પર લાગુ છે. તેથી જ જો ફાટેલા જીન્સ, અર્ધ નગ્ન કપડાં, સ્કર્ટ, ઉશ્કેરણીજનક કપડાં, અભદ્ર કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં જો કોઈ આવા કપડાં પહેરીને મંદિરમાં આવે છે તો તેને ઓઢણી, દુપટ્ટા, લુંગી આપવામાં આવશે. ત્યાર બાદ જ તેને પ્રવેશ આપવામાં આવશે. 

ફેડરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે આ અંગે પ્રચાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રના 300 મંદિરોમાં ફાટેલા જીન્સ અને સ્કર્ટ જેવા કપડા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ માર્ગદર્શિકા નાગપુરના ધંતોલી શ્રી ગોપાલ કૃષ્ણ મંદિર, શ્રી સંકટ મોચન પંચમુખી હનુમાન મંદિર બેલોરી, બૃહસ્પતિ મંદિર કાનોલી બારા, દુર્ગા મંદિર હિલટોપ મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનના વિચારોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application