કાનપુરમાં કાર ચાલકે યુવકને 40 મીટર સુધી ઢસડ્યો : મોત

  • June 24, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાનપુરમાં હિટ એન્ડ રનનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રોકવાનો ઈશારો કર્યા બાદ પણ આરોપી વાહન ચાલકે સિંચાઈ વિભાગના કર્મચારી પર કાર ચલાવી દીધી અને સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક લોકો સફેદ વેન્યુ કારને રોકતા જોવા મળે છે. આ પછી ડ્રાઇવર વાહનની ગતિ વધારીને એક વ્યક્તિને કચડી નાખે છે અને ત્યાંથી ભાગી જાય છે.


મૃતકની ઓળખ ભોલા તિવારી તરીકે થઈ છે, જે ભૂતપૂર્વ વકીલ અને હાલમાં સિંચાઈ વિભાગના કર્મચારી છે. વાસ્તવમાં, આ આખી ઘટના કાનપુરના રૈના માર્કેટ પાસે રવિવારે રાત્રે બની હતી, જ્યાં જ્યારે કેટલાક લોકોએ હ્યુન્ડાઈ વેન્યુ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો જે એક વાહનને ટક્કર માર્યા બાદ ભાગી રહી હતી, ત્યારે તેને રોકવાને બદલે ડ્રાઈવરે વાહનની સ્પીડ વધારી દીધી હતી.


કારચાલકે કાર રોકવાનો પ્રયાસ કરનાર ભોલા તિવારીને તેની કાર સાથે 40 મીટર સુધી ઢસડી ગયો હતો અને પછી તેને કચડીને ભાગી ગયો. ત્યાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાને પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી. જે વાહને તે વ્યક્તિને કચડી નાખ્યો તેના પર ઉત્તર પ્રદેશ સરકાર લખેલુ દેખાઈ રહ્યું છે.


ઘટના અંગે પોલીસે શું કહ્યું?


ઘટના અંગે એસીપીએ જણાવ્યું કે એક કાર ચાલકે કાનપુરની એફએમ કોલોનીમાં રહેતા ભોલા તિવારીને ટક્કર મારી અને તેની ઉપર કાર ચડાવી દીધી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ દ્વારા ઘાયલ ભોલા તિવારીને તાત્કાલિક હેલેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


હાલ પોલીસની ટીમે વાહનના માલિકના સરનામે દરોડો પાડ્યો હતો પરંતુ તે ત્યાંથી મળ્યો નહોતો અને ફરાર થઇ ગયો હતો. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૃતકની પત્નીનું કહેવું છે કે આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application