જામનગરમાં નશો કરેલા શખ્સે ધમાલ મચાવતા પોલીસ બોલાવાઈ

  • August 26, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમા સરદાર પટેલ શેરી નંબર-૨માં પીધેલ વ્યક્તિ એ મચાવી ધમાલ મચાવતા રહેવાસીઓ દ્વારા પોલીસને બોલાવાઈ હતી.આખરે નશાખોરની પોલીસે અટકાયત કરી હતી.
જામનગર નાં સરદાર પટેલ શેરી -૨ માં મંગલમ એપાર્ટમેન્ટમા ગઇકાલે એક નશાખોરએ  એક ફ્લેટમાં ઘુસી જઈ ધમાલ મચાવી હતી. આ પછી અન્ય એક ફ્લેટ મા ઘુસી જઈ તેના ઘરનાં ફ્રીજમાં કરી તોડફોડ કરી હતી.
આખરે સ્થાનિક રહેવાસીઓ દ્વારા  પોલીસ ને બોલાવાઈ હતી.પોલીસ કાફલો આવીને નશાખોરને સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ શખ્સે  પિતા પુત્ર પર પણ હુમલો  હુમલો કર્યો હતો.
**
પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી: રખડતા ભટકતા શખ્સો ઝબ્બે
ભાણવડ નજીકના રાણપરડા ગામના પાટિયા પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ૧૦,૦૦૦ ની કિંમતનું મોટરસાયકલ લઈને નીકળેલા મુકેશ બીજલભાઈ ઝાપડા (ઉ.વ. ૪૦) નામના શખ્સને ઝડપી લીધો હતો.
ખંભાળિયાની જીઈબી ઓફિસ પાસેથી માડી ગામના સાજા માલદે જામ (ઉ.વ. ૩૭) ને પોલીસે ધોકા સાથે નીકળતા ઝડપી લઇ, કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધ્યો હતો.
મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં આવેલી સોની બજારમાંથી પોલીસે ભીમરાણા ગામના સુરજ લાખા વાઘેલા નામના ૨૯ વર્ષના શખ્સને દુકાનોના તાળા તપાસતા ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application