જામનગર શહેર-જીલ્લામાં વાહનચાલકો પોલીસની ઝપટે ચડયા

  • December 06, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક પીધેલો પકડાયો : દરેડમાં બે રીક્ષાવાળા અને ધ્રોલમાં બે ઇકો ચાલક સામે કાર્યવાહી

જામનગર શહેર-જીલ્લામાં ટ્રાફિકને અડચણ કરનાર તથા નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, હનુમાન ગેઇટ નજીક પીધેલો બાઇક ચાલક ઝપટે ચડયો હતો, જયારે દરેડ વિસ્તારમાં બે રીક્ષાવાળા અને ધ્રોલ પંથકમાં બે ઇકો ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હાપા ખારી વિસ્તાર જવાહરનગરમાં રહેતા વિશાલ મંગા મકવાણા (ઉ.વ.૨૫)ને સ્પ્લેન્ડર નં. જીજે૧૦ડીપી-૬૩૮૮ કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવીને હનુમાન ગેઇટ પોકી નજીકના રોડ પરથી નીકળતા સીટી-બી પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણ સોસાયટીમાં રહેતા પ્રવિણ ગોપાલ નકુમએ પોતાની હવાલાની સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૬૨૮૪ ગફલતથી ચલાવી દરેડ ગામ રોડ પર રોન્ગ સાઇડમાં નીકળતા પોલીસની ઝપટે ચડયો હતો, જયારે ગોકુલનગર રામનગરમાં રહેતા અરવિંદ બાલા ભારવાડીયા પોતાની સીએનજી રીક્ષા નં. જીજે૧૩એવી-૧૪૦૨ દરેડ ચોકીની સામેના હાઇવે પર ગેરકાયદે પાર્ક કરતા પંચ-બી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જયારે ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા સાહીલ ઇબ્રાહીમ ચાવડા પોતાની ઇકો ગાડી જીજે૧૦સીજી-૮૩૯૦ અકસ્માત સર્જાય તે રીતે ચલાવીને ખારવા ચોકડી પાસેથી નીકળતા અટકાયત કરાઇ હતી તેમજ માણેકપર ગામમાં રહેતા હરેશ દાના ચાવડા પોતાની ઇકો ગાડી નં. જીજે૧૦સીજી-૯૩૬૬ને ટ્રાફિકને અડચણરુપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ત્રિકોણ બાગ રોડ પર રાખતા ધ્રોલ પોલીસે ૨૮૩ મુજબ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application