હોસ્પીટલ ખાતે બાળાનું પેનલ પીએમ કરાયું : મૃતદેહનો કબ્જો સોપાયો : આરોપી જેલ હવાલે
જામનગરમાં પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે યુવા પરણીતાની પાંચ વર્ષની પુત્રી આડખીલી રૂપ બનતી હોવાથી હેવાન બનેલા શખ્સે બાળકીને પેટમાં બટકા ભર્યા હતા. અને વેલણ વડે ફટકારતાં તેણી ને માથામાં હેમરેજ સહિતની ઈજા પહોંચી હતી, જેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી બાળાનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતોે. પોલીસે આરોપી સામે હત્યા અંગેની કલમનો ઉમેરો કર્યો છે. જે આરોપીની ધરપકડ કરી લીધા પછી તેને જેલમાં ધકેલી દેવાયો છે. ગઇકાલે જી.જી. હોસ્પીટલના પીએમ રુમ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ સોપી આપ્યો હતો.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાનને શહેરના ઢીચડા રોડ, તિરુપતિ પાર્ક માં એક ભાડાના મકાન માં રહેતી ૨૬ વર્ષ ની પરણીતા એવી પાંચ વર્ષની પુત્રીની માતા સાથે પ્રેમ સંબંધ હતો. અને વીરેનને તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો.
પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકી ને પેટમાં બટકા ભર્યા હતા, અને વેલણ થી હાથ માં, પગમાં અને માથા માં હુમલો કર્યો હતો. આ બનાવમાં બાળકીને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપી વિરેનની સામે કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો અને તેની ધરપકડ કરી લઈ તેની પાસેથી હત્યામાં વપરાયેલું વેલણ કબજે કરાયું છે. જ્યારે તેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાયો છે.
બાળકીનું ટુંકી સારવારમાં મૃત્યુ થયાનું બહાર આવતા અરેરાટી પ્રસરી ગઇ હતી, ગઇકાલે સીટી-સી ડીવીઝનના પીઆઇ ચૌધરી સહિતનો સ્ટાફ હોસ્પીટલ દોડી ગયો હતો પેનલ પીએમ કરાયા બાદ બાળાના મૃતદેહને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech