જામનગરમાં અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈયમનસ્ય ફેલાય એવી પોસ્ટ કરનાર પકડાયો

  • September 11, 2023 01:57 PM 

સોશ્યલ મિડીયા પર ફેક પોસ્ટ બનાવી કાયદો-વ્યવસ્થા બગડે, અશાંતી ફેલાય એવું વાતાવરણ ઉભુ કરે તેમજ ધાર્મિક સોહાર્દ બગાડે તેવી પોસ્ટ પર વોચ રાખવા રેન્જ આઇજી દ્વારા સુચના કરેલ હોય તથા એસપી પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઇમ પોલીસને સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર વિવિધ ધર્મ વિરુઘ્ધ વિવાદીત લખાણવાળી અને અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે એવા તત્વો પર નજર રાખી દુષણ ફેલાવનારા વધુમાં વધુ ઇસમો પકડાય એવી સુચના કરી હતી જેથી જામનગર સાયબર ક્રાઇમની વિશેષ ટીમ એલર્ટ હતી.

જામનગરના એક ખાનગી સંસ્થામાં સારા પદ પર નોકરી કરતા નાગરીકને સમાજમાં બદનામ કરવા માટે પોતાના ટવીટર એકાઉન્ટ સાયબર હન્ટસ નામના યુઝરે પોતે ફેક વિવાદીત પોસ્ટ બનાવી પછી પોતાની આઇડીથી એ ફોટામાં સનાતન ધર્મ વિરુઘ્ધ અભદ્ર, અપમાનજનક લખાણ લખી તેમજ દેવીનો અભાસ કરાવતો અચીવાળો ફોટો મુકી આ ફેક પોસ્ટ ફરીયાદી દ્વારા કરાયેલ છે એવું દશર્વિી લોકોની ધાર્મિક લાગણી દુભાય અને વિવાદીત લખાણથી અશાંતી ફેલાવવાનો પ્રયત્ન કરેલ જેથી સાયબર ક્રાઇમ દ્વારા વિશેષ ટીમ બનાવીને માહિતી એકત્ર કરી ટેકનીકલ એનાલીસીસ દ્વારા આરોપીનું લોકેશન મેળવવામંા આવ્યુ હતું.

દરમ્યાન રાજસ્થાનના ઉદયપુર સેકટર-9 મગરી ખાતેના સંજય શ્યામસુંદર સોની (ઉ.વ.36) નામના શખ્સને ઉદયપુર ખાતેના સવીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં રહીને પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application