પાલિતાણાના ઘેટી ગામે પાંચ મહિલા સહિત દસ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાયો ગુના

  • November 06, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાલિતાણાના ઘેટી ગામે રહેતા એક જ પરિવારના દસ સભ્યોએ સરકારી જમીન પચાવી પાડી હતી. જે બાદ અરજદારે લેખીત રજૂઆત કરતા સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં સાધનીક કાગળો વગેરે કબ્જે કરી  જમીન પચાવી પાડી હોવાનું ફલીત થતાં પાલિતાણાના સર્કલ ઓફિસર દ્વારા પાંચ મહિલા સહિત ત શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોધાવતા પાલિતાણા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે રીવીઝન અરજી કરવામાં આવતા તે નામંજુર થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
પાલિતાણાના ઘેટી ગામે સરકારી જમીન સર્વે નં. ૨૪ની ૦૦.૬૭.૬૯ ચો.મી. ક્ષેત્રફળ વાળી સરકારી જમીન પાલિતાણાના ઘેટી ગામે રહેતા પાંચ મહિલા સહિત દસ શખ્સોએ પચાવી પાડી જમીનનો કબ્જે કરી હતી. જે બાબતે અરજદાર ભાવેશભાઈ મનજીભાઈ સાટીયા (રહે. બહારપરા, ચોરા વિસ્તાર)એ સરકારમાં તમામ આરોપીઓ સામે જમીન પચાવી હોવાની લેખીત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન પ્રાંત અધિકારી પાલિતાણાના અહેવાલ, સાધનીક કાગળો, આધાર-પુરાવાઓ ધ્યાને રાખી જમીન પચાવી હોવાનું સાબિત થતાં મામલતદાર કચેરી પાલિતાણા ખાતે ઇન્ચા. સર્કલ ઓફિસર જે.યુ. સોલંકીએ પાલિતાણાના ઘેટી ગામે રહેતા ગોવિંદભાઈ રાજાભાઈ ચાવડા, ચંપાબેન ગોવિંદભાઇ ચાવડા, સરસ્વતીબેન ગોવિંદભાઇ ચાવડા, દિનેશભાઈ ગોવિંદભાઈ ચાવડા, જ્યોતિબેન ગોવિંદભાઈ ચાવડા, શોભાબેન દિનેશભાઈ ચાવડા, સોનલબેન કાનજીભાઈ ચાવડા, સુરેશભાઇ અરજણભાઇ ચાવડા, જય દિનેશભાઇ ચાવડા, કૃણાલ કાનજીભાઇ ચાવડા વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News