દ્વારકામાં બીપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે ગોમતી નદીમાં નહાવા પડેલાં બે યુવકો તણાયાં : એક લાપતા

  • June 09, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસ્કયુ બોટ અને ટીમ શોભાના ગાંઠીયા સમાન

દ્વારકાના દરીયામાં બિપોરજોય વાવાઝોડાંના સંભવિત ખતરાની અસરો સમુદ્રના પાણીમા વર્તાઈ રહી છે અને ૧૦-૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળી રહયા હોય આવા સંજોગોમાં પણ દરીયાના  પાણીમાં બે યુવકો નહાવા પડતા તણાયા હતા. પાણીમાં તણાતા બે યુવકો પૈકી એક યુવક સદનસીબે બચી ગયો હતો જ્યારે અન્ય યુવક દરીયામાં ગરકાવ થઈ ગયો હતો.
રાજ્યભરમાં જ્યારે કાંઠાળા વિસ્તારો સહિત. વાવાઝોડાના સંભવિત ખતરા સામે તંત્ર દ્વારા વિવિધ સ્તરે તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે દ્વારકાના તંત્રની તૈયારીઓ પરિપૂર્ણ ન હોય તેમ દરીયામાં કરન્ટના સમયે ભયજનક બનતી ગોમતી નદીમાં કમસેકમ બનાવ સમયે નહાવા-છલાંગ લગાવવામાં કોઈ જ રોકટોક ન હોય તેમ યુવાનો બેફિકરાઈથી પાણીમાં પડતાં દરીયાના વહેણમા તણાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલીકાને રાજ્ય સરકારે લાખો રૂપિયાની રેસ્કયુ બોટની ફાળવણી કરી છે આમ છતાં સંભવિત વાવાઝોડા જેવા ખરા સમયે પણ તેને સ્થળ પર સ્ટેન્ડબાય રખાતી ન હોય અને આ પ્રકારના ભૂતકાળના બનાવો છતાં પરિસ્થિતિ સુધરતી જોવા મળી હોય ફરી એકવાર નગરપાલીકાની રેસ્કયુ બોટ શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application