ધ્રોલમાં પિતાએ બાળકને તળાવમાં ફેંકી હત્યા કર્યાનું ખુલ્યું

  • September 22, 2023 11:06 AM 

છોકરો બીજાનો છે એવી શંકા સેવી પાણીમાં માસુમને નાખી દીધો : હત્યાનો ગુનો નોંધી આરોપીની અટક


ધ્રોલના સ્મશાન પાસે આવેલા તળાવમાંથી બે દિવસ પહેલા ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, આથી પોલીસે કબ્જો લઇ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, દરમ્યાન તપાસમાં છોકરો બીજાનો છે એવી શંકા સેવીને ખુદ પિતાએ માસુમ પુત્રને તળાવના પાણીમાં ફેંકી દઇ હત્યા નિપજાવ્યાનો ઘટસ્ફોટ થયો છે, આથી આરોપી પિતા સામે ગુનો નોંધી પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો છે.


ધ્રોલના ચામુંડા પ્લોટ પાસે આવેલ સ્મશાન નજીકના તળાવમાંથી ગત તા. 19ના રોજ ક્રિષ્ના મુના સોલંકી (ઉ.વ.4) નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, હોસ્પીટલ ખાતે ડોકટરે મરણગયાનું જાહેર કરતા પોલીસ દ્વારા પીએમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી, અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં બાળકને તળાવમાં ફેંકી દીધાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે.


આ અંગે મોરબીના લીલાપર આવાસ ખાતેના વતની અને ફ્રુટના ધંધાર્થી ભુપત ભીખાભાઇ સોલંકીએ ગઇકાલે ધ્રોલ પોલીસમાં હાલ ધ્રોલના ચામુંડા પ્લોટ ચોકી પાસે રહેતા મુના ભીખા સોલંકીની વિરુઘ્ધ આઇપીસી કલમ 302 મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જેમાં જણાવ્યુ હતું કે, આરોપી મુનાએ પોતાની પત્ની લલીતાબેન પર શંકા-કુશંકા કરતો હતો અને 3-4 દિવસ પહેલા ઝઘડો કરી પોતે પોતાના છોકરાને મારીને જાતે મરી જઇશ તેમ કહયુ હતું અને ક્રિષ્ના છોકરો બીજા કોકનો છે તેમ કહીને શંકા કરતો હતો.


અવાર નવાર પત્ની તથા પરિવાર સાથે ઝઘડો કરતો હતો, દરમ્યાનમાં બનાવના દિવસે આરોપી મુનો પોતાના ચાર વર્ષના પુત્ર ક્રિષ્નાને સ્મશાન પાસે આવેલ તળાવે લઇ ગયો હતો અને કોઇ જોવે નહીં તેમ પાણીમાં નાખી મોત નિપજાવ્યુ હતું. આ ફરીયાદના આધારે ધ્રોલ પીએસઆઇ પી.જી. પનારા દ્વારા તપાસ આગળ વધારવામાં આવી છે.

વધુમાં એવી વિગત જાણવા મળી છે કે, આરોપી પિતા મુના સોલંકી છોકરા બાબતે શંકા સેવીને ઝઘડો કરતો હતો, બનાવના દિવસે આરોપીની પત્ની મોરબી ગઇ હતી અને પાછળથી આરોપીએ બનાવને અંજામ આપ્યો હતો, પત્ની મોરબીથી આવ્યા બાદ ગુમ બાળક અંગે પુછપરછ અને તપાસ કરી હતી, બનાવ બાદ આરોપી પણ ભેદી રીતે ગુમ થતા શંકા પ્રબળ બની હતી, દરમ્યાન હત્યા કયર્નિી વિગતોનો ઘટસ્ફોટ થતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application