ભાણવડ તાલુકાના ધાર્મિક સ્થાનકના વહિવટદાર/પ્રમુખ / ટ્રસ્ટી/સંચાલકને આથી જણાવવાનું કે, નામ.સુપ્રિમકોર્ટ સમક્ષની દાખલ થયેલ એસ.એલ.પી. નં.૮૫૧૯/૨૦૦૬ તથા નામ.હાઈકોર્ટ સમક્ષની SCA No.9686/2006 અન્વયે રાજ્યમાં જાહેર સ્થળો/રોડ/રસ્તા/જગ્યાઓ પરના ગેરકાયદેસર ધાર્મિક દબાણો દુર કરવા અંગે નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુચન કરવામાં આવેલ છે.
જેથી ભાણવડ તાલુકામાં સરકારી જમીન પર આવેલ ધાર્મિક સ્થાનકના વહિવટદાર/પ્રમુખ/ ટ્રસ્ટી/ સંચાલકને આથી જણાવવાનું કે, આપના હસ્તકના ધાર્મિક સ્થાનક વાળી સરકારી જમીનમાંથી સદરહુ અનઅધિકૃત ધાર્મિક દબાણ સ્વખર્ચ દિન-૧૫ માં દુર કરી સરકારી જમીનનો કબજો સોંપી આપશો અન્યથા ઉકત સવાલ વાળી જમીનમાં વહિવટદાર/પ્રમુખ/ ટ્રસ્ટી/ સંચાલક દ્વારા સરકારની પુર્વમંજુરી વગર સરકારી જમીનનો અનધિકૃત રીતે કબ્જો કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતની નોંધ લેશો તેમ મામલતદાર ભાણવડની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech