પોલીસ ટુકડી દોડી ગઇ : બે શખ્સો સામે ગુનો નોંધાયો
જામનગરના બર્ધન ચોક કંસારા બજાર વિસ્તારમાં એક પ્રૌઢને જાહેરમાં બાંધીને માર મારવામાં આવ્યો હતો, જેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને માર મારનાર બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે ૫૦ વર્ષની વયના એક બુઝુર્ગને જાહેરમાં પ્લાસ્ટિકની દોરી વડે લોખંડની ડંકી સાથે બાંધી દેવાયા હતા. ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જે અંગેનો વિડીયો અને ફોટા વાયરલ થયા હતા, ત્યારબાદ જે ફોટા અને વિડીયોના આધારે દરબારગઢ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોરધનભાઈ વાલજીભાઈ ચાવડા જાતે ફરિયાદી બની બે અજાણ્યા ઇસમ વિરુઘ્ધ સીટી-એમાં ફરીયાદ કરી હતી અને તેઓના કપડાના વર્ણનના આધારે બંને હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે. આ બનાવના પગલે શહેરમાં ચર્ચા જાગી હતી, કયા કારણસર માર મારવામાં આવ્યો એ પોલીસ તપાસમાં બહાર આવશે, આ બનાવ વેળાએ હાલ દિવાળીની ખરીદીના મોટા માર્કેટ બર્ધનચોક વિસ્તારમાં ટોળા એકત્ર થઇ ગયા હતા.
***
ખંભાળિયાના યુવાન પર કુટુંબી શખ્સો દ્વારા હુમલો: જમીન બાબતે મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ
ખંભાળિયા તાલુકાના લલીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા કારૂભાઈ નગાભાઈ ચાવડા નામના ૪૫ વર્ષના યુવાન આહીર યુવાન પાસે રહેલી તેના પિતાજીની ખેતીની જમીન આ જ વિસ્તારમાં રહેતા ગોવા નગાભાઈ ચાવડા અને ધરમવીર ગોવાભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તેઓને સોંપી આપવા માટે જણાવતા ફરિયાદી કારૂભાઈએ આ જમીન તેઓને આપવાની ના કહી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા ગોવાભાઈ તથા ધરમવીરએ કારૂભાઈને કુહાડી તથા લાકડી વડે બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ માટે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
ધુંવાવમાં રુા. ૨૦૦ની ઉઘરાણીના મામલે યુવાન પર હુમલો: પાન મસાલાના બાકી રોકાતા પૈસા માંગી ધોકા-પાઇપ ફટકાર્યા
જામનગર નજીક ધુંવાવમાં રહેતા એક યુવાન પર પાન મસાલાના બાકી રોકાતા ૨૦૦ રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને તકરાર કરી ચાર શખ્સોએ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે ટકો દિલીપસિંહ ઝાલા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા, પાઇપ વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખવા તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે હાપા રેલવે સ્ટેશન પાસે રહેતા મોઈન ઉર્ફે મોઇલો અને સાહિલ ઉર્ફે સોઇલો તેમજ હાપા એલગન સોસાયટીમાં રહેતા બોદુ અને જામનગરના ગુલાબનગરમાં રહેતા ટકો દરબાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પાસે આરોપી મોઇન પાન મસાલા ના ૨૦૦ રૂપિયા માંગતો હતો, તે પૈસાની ઉઘરાણીના પ્રશ્ને ચારેય આરોપીઓ લાકડી- ધોકા અને લોખંડના પાઇપ સાથે ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા, અને આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech