રાજકોટ શહેર અને જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગાર રમતા ૬૮ શખ્સોને પોલીસે ઝડપી લઇ ૨,૪૦,૮૧૦ની રોકડ સહીતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે. શહેરમાં બે સ્થળે અને જિલ્લામાં ૯ સ્થળોએ પોલીસએ જુગારના દરોડા પાડા હતા.
શહેરમાં રૈયાધાર રાણીમાં ડીમાચોકની સામે જાહેરમાં જુગાર રમી રહેલા સલીમ કાસમભાઇ સોરા, સુલતાન શરીફભાઇ ઠેબા, વશરામ ઉકાભાઇ સોહેલીયા,કાનજી ઉકાભાઇ સોહેલીયા (રહે ત્રણેય–રૈયાધાર અમરીકા વેલડીંગ પાસે), અબ્દુલ ઇબ્રાહીમભાઇ રાવકૈયડા, યુસુફ સુલેમાનભાઇ હીંગોરા (રહે બંને એકતા સોસાયટી બ્લોકનં.૫૫૨ જામનગર રોડ), આદમ વલીમામદભાઇ રાવકૈયડા (રહે–ગામ રંકા તા.લાલપુર)ને યુનિવર્સીટી પોલીસે ઝડપી લઇ રોકડ ૧૦૩૨૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
આજીડેમ પોલીસે કાળીપાટ ગામે ભલા રામભાઇ ચાંડપાના મકાનમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી મકાન માલીક ભલા રામભાઇ ચાંડપા, ભલા જસાભાઇ ચાંડપા, ભુપત મુળજીભાઇ તલસાણીયા (રહે– લિમ સોસા. શેરી નં–૨ ૧૫૦ ફુટ રીંગ રોડ, બટુક ભુરાભાઇ મોલીયા (રહે–મહીકા ગામ), કાનજી જીણાભાઇ વઘેરા (રહે–રાજસમઢીયાળા ગામ) ને ઝડપી પાડી ૧૧,૬૧૦ ની મત્તા કબ્જે કરી જરી કાર્યવાહી કરી હતી.
કોટડા સાંગાણી પોલીસ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કરમાળ પીપળીયા ગામ અંજવાળે કેટલાક શખ્સો તીનપતિનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અરવિંદ ઉકાભાઇ પાતાણી, અનીલ હરસુખભાઇ પાતાણી, હરેશ રામજીભાઇ સીતાપરા, ભાવેશ રમેશભાઇ પરમાર, જયેશ ગોવિંદભાઇ પાતાણી (રહે.તમામ કરમાળ પીપળીયા)ને ઝડપી પાડી રોકડ ૧૧,૨૫૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.
બીજા દરોડામાં ગોંડલ બી ડીવિઝન પોલીસે આશાપુરા ચોકડી નજીક ખોડીયાર હોટલ સામે જુગાર રમતા મુકેશ માવજીભાઇ વિરડીયા (રહે.ગોંડલ યોગીનગર શેરી નં.૦૮), વિમલ પરસોતમભાઇ કોટડીયા (રહે–ગોંડલ ભોજરાજપરા શેરી નં.૨૪૧૩), ભરત રામજીભાઇ કટકીયા (રહે– ગોંડલ ભોજરાજપરા શેરી નં.૩૧), જયેશ ભીખાભાઇ મકવાણા (રહે– મોટી બજાર સંઘાણી શેરી), મીતેશ પ્રવીણભાઇ કાનાબાર (રહે– ગોંડલ ભોજરાજપરા શેરી નં.૨૪) ને ઝડપી પાડી રોકડ ૨૫,૭૪૦ની મત્તા સાથે ઝડપી પાડા હતા.
ત્રીજા દરોડામાં જસદણ પોલીસે બાખલવડ ગામથી નજીક જુગાર રમતા રવિ વિનુભાઇ ચોવસીયા( રહે.જસદણ, ગઢડીયા રોડ), આનદં ભરતભાઇ મકવાણા, (રહે.જસદણ, લાતી પ્લોટ), અશ્વિન મોહનભાઇ બાવળીયા (રહે.બાખલવડ), રમેશ ગોરધનભાઇ પલાળીયા (રહે.બાખલવડ), રાહત્પલ વલ્લભભાઇ ડાંગર (રહે.બાખલવડ), લાલજી ગોપાલભાઇ વાટીયા (રહે.બાખલવડ), લાલજી મનસુખભાઇ આંધાણી (રહે.બાખલવડ) વિશાલ સાદુળભાઇ રામ(રહે. જસદણ, નવી નગરપાલીકાની બાજુમા) ને ઝડપી લઈ રોકડ .૧૮,૮૬૦ની મત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.
ચોથા દરોડામાં જસદણ પોલીસે વિછીંયા રોડ, આશોપાલવ પાન વાળી શેરીમાંથી જુગાર રમતા અશોક વશરામભાઇ સોરાણી, દેહા ધોધાભાઇ સોરાણી, (રહે બંને જસદણ), દિનેશ કુરજીભાઇ સાંકળીયા (રહે.પોલારપર ગામ) અરવિંદ વાલજીભાઇ પલાળીયા (રહે. પોલારપર ગામ), અજય ઠાકરશીભાઇ તાવીયા (વિંછીયા રોડ, જસદણ), દામજી બોધાભાઇ નાગડકીયા (રહે. પોલારપર ગામ), રાહત્પલ માવજીભાઇ સોરાણી (વિંછીયા રોડ)ને ઝડપી લઇ રોકડ ૧૧,૭૨૦ની મત્તા કબ્જે કરી હતી.
પાંચમા દરોડામાં જસદણ પોલીસે કોઠી ગામની સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા રોહિત ધીભાઇ રોજાસરા (રહે.નાની લાખાવાડ ગામ) વિપુલ ભનુભાઇ હાંડા (રહે.કોઠિ ગામ), કિશન વસનભાઇ બાવળીયા (રહે.જસદણ), સાગર શૈલેષભાઇ કુકડીયા (રહે.કનેસરા ગામ), અનીલ કેશુભાઇ ઝાપડીયા, (રહે. રહે.કોઠિ ગામ), ભગવાન રામજીભાઇ સાપરા(રહે. રહે.કોઠિ ગામ)ને ઝડપી લઇ રોકડ ૩૫,૭૭૦ની મત્તા કેબેજ લીધી હતી.
છઠા દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી કુંભાજી ગામે હાઇસ્કુલ સામે જુગાર રમી રહેલા ગીરીશ તુલસીભાઇ હોથી,અનક ભાણભાઇ ખુમાણ, રોહીત ઉર્ફે જીગા મનુભાઇ વામજા, નરેશ અમરશીભાઇ સેખલીયા, રજની નટુભાઇ સાંગાણી, કેતન મનસુખભાઇ રાછડીયા, ઉદય નાનુભાઇ પરમાર, નીલેશ ચંદુભાઇ સરવૈયા, ભદ્રેશ ધીભાઇ ગોડલીયા, ઉતમ રાજેશભાઇ સાગાણી (રહે. બધા દેરડી (કુંભાજી)ને ઝડપી લઇ રોકડ ૨૭૨૬૦ ની મત્તા કબ્જે કરી હતી.
સાતમા દરોડામાં દેરડી કુંભાજી ગામે વનરાવન સોસાયટી માં જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રમેશ બચુભાઇ સોલંકી રોહીત કેશુભાઇ સોલંકી, અશોક પ્રાગજીભાઇ સોલંકી,હરેશ ડુંગરભાઇ સોલંકી,સુરેશ કેશુભાઇ સોલંકી, (રહે.બધા દેરડીકુંભાજી) ને ઝડપી પાડી સુલતાનપુર પોલીસે રોકડ.૧૨૨૯૦ની મત્તા કબ્જે કરી હતી.
આઠમા દરોડામાં ગોંડલ કંટોલીયા રોડ સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા મયુર રવજીભાઇ રૈયાણી, સંજય રમેશભાઇ ધડુક, અશ્વિન નાગજીભાઇ ભુત , જગદીશ વિઠ્ઠલભાઇ પડાલીયા, ભાવેશ દેવશીભાઇ કોટડીયાને ગોંડલ પોલીસે પકડી પાડી ૩૨૩૯૦ની મત્તા કબ્જે કરી હતી.
નવમાં દરોડામાં વચલીઘોડી ગામની સીમ વિસ્તારમા પડધરી પોલીસે જુગાર રમતા વશરામ રામજીભાઈ ભાલોડીયા, (રહે.જગામેડી ગામ તા.જી.જામનગર) સહદેવસિંહ ચંદુભા જાડેજા (રહે.પડધરી રેલ્વે સ્ટેશનની બાજુમા) પ્રતાપસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે.વચલીઘોડી ગામ) વિક્રમ જેઠાભાઈ બસીયા (રહે.એરીકેશન બંગલા પાસે મીતાણા), દિનેશ બેચરભાઈ બોડા (રહે.અનિ હોટલ સામે ભવ્ય ગ્રીન સોસાયટી ધ્રોલ), નારણ ટપુભાઈ ગડારા(રહે.વાકીયા તા.ધ્રોલ), ઈકબાલ નુરમહમદભાઈ દોઢીયા (રહે, કુંભનાથપરા કાલાવાડ)ને પડધરી પોલીસે ઝડપી લઇ રોકડ ૪૩૬૦૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech