રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી હતી. આજે સોમવારની વહેલી સવારે થયેલી હરાજીમાં ખુલતી બજારે ૭૫૦૦૦ ગુણી મગફળીની આવક સામે ગુણવત્તા અનુસાર પ્રતિ ૨૦ કિલોના .૮૫૦થી ૧૧૫૦ના ભાવે સોદા પડા હતા.
વિશેષમાં રાજકોટ યાર્ડના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગત મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધીમાં મગફળી લઇ આવેલા ખેડૂતોના ૪૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી. આવક સતત યથાવત રહી છે પરંતુ લેવાલીના અભાવ અને નબળી ગુણવત્તાને કારણે ભાવ યથાવત જળવાઇ રહ્યા છે. બીજી બાજુ ટેકાના ભાવે થતી ખરીદીના કેન્દ્રોમાં યાર્ડ કરતા અંદાજે પાંચ ગણી ઓછી આવક થઇ રહી છે. ટેકાના ભાવે માલ વેંચવામાં લાંબી લચક પ્રક્રિયાને અનુસરવાની અને વિલંબથી પેમેન્ટ મળતું હોય છે, યારે યાર્ડમાં ફટાફટ સોદો અને સોદો થતાં વેંત રોકડેથી પેમેન્ટ મળતું હોય ખેડૂતો ખોટ ખાઇને પણ ટેકાના ભાવે મગફળી વેંચવાને બદલે ખુલા બજારમાં વેંચી રહ્યા છે. અમુક ખેડૂતો પાસે મગફળી સંગ્રહ કરવાની કોઇ વ્યવસ્થા ન હોય તેમજ અમુક ખેડૂતોને મગફળી વેંચીને તેમાંથી મળનારી રકમમાંથી રવિ પાકની વાવણીની જોગવાઇ કરવાની હોય ખેડૂતો મગફળી વેંચવા ઉતાવળા બન્યા છે.યારે કપાસમાં ગત વર્ષની તુલનાએ વાવેતર અને ઉત્પાદન ઓછું છે તેમ છતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક ધીમી ગતિએ જળવાઇ રહી છે, દરમિયાન આજે કપાસમાં ૨૨,૦૦૦ મણ કપાસની આવક થઇ હતી અને ભાવ યથાવત સ્થિતિએ જળવાયેલા રહ્યા હતા. હાલ કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ સોયાબિનનું વાવેતર શ કરતાં એકંદરે કપાસનું વાવેતર ઘટું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech