હળવદ પંથકમાં વાવાઝોડાની અસર, ભારે પવન સાથે વરસાદ

  • June 16, 2023 12:06 PM 

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત બિપોરજોય વાવાઝોડાની અસર હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે પવન અને વાદળછાયા વાતાવરણ સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલમાં જોવા મળ્યો હતો. જોરદાર પવન, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદની શ‚આત થઈ હતી બિપોરજોય વાવાઝોડાના પગલે હળવદ તાલુકા વહીવટી તંત્ર એલર્ટ હતું.
​​​​​​​
વાવાઝોડાને કારણે તેજ ગતિએ પવન ફુંકાયો તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદ વરસી જતાં શહેરીજનોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application