વાવાઝોડાની અસર: ભારે પવનમાં મકાનની દીવાલ પડતા તરૂણીને ઇજા

  • June 15, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે બીપોરજોય વાવાઝોડુ ટકરાવાનું હોય તેને લઇ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ભારે પવન વચ્ચે વાડીએ બનાવેલી મકાનની કાચી દીવાલ ધસી પડતા માથામાં બેલુ લાગવાથી તરૂણીને ઇજા થઈ હતી. જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
​​​​​​​
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અને અહીં વાડીએ ખેતી કામ કરનાર પરિવારની ૧૩ વર્ષની દીકરી સુમી કરશનભાઈ ધોરીયા ગઇકાલ બપોરે વાડીએ મકાને હતી ત્યારે ઓચિંતી મકાનની દીવાલ ધસી પડતા માથામાં બેલુ લાગી જતા આ તરુણીને માથાનાભાગે ઈજા પહોંચી હોય તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,તરૂણી એક ભાઈ બે બહેનના પરિવારમાં મોટી છે તેનો પરિવાર ખેતી કામ કરે છે. વાડીએ બેલાથી કાચી દીવાલ બનાવી હોય દરમ્યાન ગઈકાલે ભારે પવન વચ્ચે આ દિવાલ ધસી પડતા તરૂણીને માથાનાભાગે બેલું વાગી જતા ઈજા પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application