ઉનામાં બે તળાવોમાં ગેરકાયદે થાઇ મંગુર માછલીની ખેતી ઝડપાઇ: ૨૦ લાખોનો મુદ્દામાલ કબજે

  • July 25, 2023 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના શહેરમાં આવેલ પાડામાર વિસ્તારમાં એક શખ્સ પોતાના સગા સંબંધીની માલિકીની જમીનમાં ગે.કા. મંગુર (થાઇ મંગુર) નામની ગે. કા. મત્સ્યપાલનના લાયસન્સ વગર બે તળાવોમાં બહારથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધીત જાહેર કરેલ હાઇબ્રીડ મંગુર (થાઇ મંગુર) નામની માછલીઓના બીજ મંગાવી ઉછેર કરતો હોવાની બાતમી આધારે પોલીસે ઘટના સ્થળે રેઇડ કરી તપાસ હાથ ધરતા ગે.કા. બે તળાવઓમાં મોટી સંખ્યામાં માછલીઓ સાથે એક શખ્સની અટક કરી મત્સ્યઉદ્યોગ નિયામક વેરાવળને આ અંગેનો રીપોર્ટ કરી આપેલ છે..


ઉના પાડામાર વિસ્તારમાં શાબીરભાઇ ઇકબાલભાઇ ચોરવાડા તેના સગા આસીફભાઇ નુરમહમદભાઇ ચોરવાડાની માલીકીની જમીન આવેલ હોય ત્યાં મત્સ્યપાલનના લાયસન્સ વગર ગે.કા. બે તળાવમાં બહારથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધીત જાહેર કરેલ હાઇબ્રીડ મંગુર (થાઇ મંગુર) નામની માછલીની જાતે ગે કા. રીતે ૨૫,૦૦૦નગ જેટલું બીજ મંગાવી પોતે જાણતો હોવા છતા ચોરી છૂપીથી આ ગે.કા. હાઇબ્રીડ મંગુરનું પોતાના આર્થિક ફાયદા માટે ઉછેર કરતો છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્થળ પર તપાસ કરતા બે તળાવ મળી આવેલ જેમાં મોટી સંખ્યામાં માછલીઓ જોવા મળી હતી.


તેમજ માછલીના ખોરાક માટે વેસ્ટ મીટનાખેલનાઅવ્યો જોવા મળતા તાત્કાલિક આ બાબતે કાયદેસર કરવા માટે મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામક વેરાવળને આ અંગે લેખિતમાં રીપોર્ટ કરેલ હતો. જેથી મત્સ્યઉદ્યોગ નિયામકની ટીમે સ્થળ પર દોડી જઇ પ્રાથમિક તપાસ કરતા હાઇબ્રીડ મંગુર મચ્છી હોવાનું જણાતા આ જગ્યાએ તળાવમાં આશરે સાત થી દસ ટન મચ્છી આશરે કિ.રૂ. ૨ લાખનો મુદામાલ સીઝ કરી આ મચ્છીના નમુના પરીક્ષણ અર્થે કેન્દ્ર સરકારની સંસ્થા ફીશરીઝમાં મોકલવા તજવીજ કરેલ છે. 
​​​​​​​
આ હાઇબ્રીડ મંગુર મછી ખાવાથી લોકોના સ્વાસ્થયને હાની પહોચતી હોય, આ માછલી ઉછેરમાં તે માંસાહારી હોય જેથી ખોરાકમાં મરેલા પશુનો વેસ્ટ માસ તેનો ઉછેર કરનાર પોતાના ફાયદા માટે નાખતા હોય,તેના કારણે ગંભીર રોગો થતા હોવાનું અગાઉના પરીક્ષણ આધારે જણાયેલ છે. તેમજ આ માછલી માંસાહારી હોય જેથી અન્ય જળચર પ્રાણી માટે તેમજ પર્યાવરણ માટે હાનીકારક હોય તેના કારણે ભારત સરકારે તેના ઉછેર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તેમ છતા શાબીરભાઇ ઇકબાલ ચોરવાડા પોતાના આર્થિક ફાયદા માટે આ ગે.કા હાઇબ્રીડ મચ્છીનો ઉછેર કરતા મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા મત્સ્ય વિભાગ વેરાવળને સોપી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application