વધુ એક બોલ્ડ અભિનેત્રી લગ્ન પહેલાં જ મા બનવા તૈયાર

  • April 18, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સાઉથમાં પ્રતિબંધિત ઇલિયાના ડિક્રૂઝે પોસ્ટ શેર કરી આપી માહિતી
  • યુઝર્સનો એકટ્રેસને સવાલ- લગ્ન કયારે કર્યા, બાળકનો પિતા છે કોણ?


સાઉથમાં પ્રતિબંધનો સામનો કરી રહેલી બોલ્ડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. એક્ટ્રેસે પોતાને લઇને કંઇક એવી એનાઉન્સમેન્ટ કરી છે કે લોકો ચોંકી ઉઠ્યા છે.  ઇલિયાના જલ્દી જ મા બનાવાની છે. એક્ટ્રેસે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા છે. આ સાથે જ ફેન્સ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.


ઇલિયાના ડીક્રુઝે થોડા કલાકો પહેલા જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. બંને ફોટા બ્લેક એન્ડ વ્હાઇટ છે. પહેલી તસવીર બાળકના આઉટફિટની છે જેના પર લખ્યું છે And so the Advanture bigins. જ્યારે બીજી તસવીર પેન્ડન્ટની છે. જેના પર Mumma લખેલું છે. આ ખૂબ જ સુંદર તસવીરો શેર કરતી વખતે, એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, 'કમિંગ સૂન, લિટલ ડાર્લિંગ, હું તને મળવા માટે આતુર છું.'


નોંધનીય છે કે ઇલિયાના પરણિત નથી, તેથી યુઝર્સ તેને બાળકના પિતા વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. ઇલિયાના ડીક્રુઝની પોસ્ટ પર રિએક્શન આપતા એક યુઝરે લખ્યું, 'તમે લગ્ન ક્યારે કર્યા?' બીજાએ લખ્યું, 'બાળકનો પિતા કોણ છે?' અહીં આ તસવીરો સામે આવતા જ એક્ટ્રેસને ઢગલાબંધ શુભેચ્છાઓ મળવા લાગી છે. ફેન્સ તેની ફેવરિટ સ્ટારને અનેક શુભેચ્છાઓ આપી રહ્યા છે.


એટલું જ નહીં ઇલિયાનાની માતા સમીરા ડીક્રુઝે પણ પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનના આગમનના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે. ઇલિયાનાના ફોટા પર કોમેન્ટ કરતા સમીરા ડીક્રુઝે લખ્યું, 'આ દુનિયામાં જલ્દી તારુ સ્વાગત છે માય ન્યૂ ગ્રાન્ડ બેબી, તને મળવા માટે આતુર છું.'



 ઇલિયાના વિશે એવા રિપોર્ટ્સ હતા કે તે કેટરિના કૈફના કઝીન અને મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. ગયા વર્ષે, જ્યારે કેટરિના કૈફ અને વિકી કૌશલ વેકેશન માટે માલદીવ ગયા હતા, ત્યારે સેબેસ્ટિયન અને ઇલિયાના પણ તેમની સાથે હતા. ત્યારથી, તેમના અફેરના સમાચાર ચર્ચામાં છે. જો કે, એક્ટ્રેસ તરફથી આ રિપોર્ટ્સને લઈને કોઈપણ પ્રકારનું રિએક્શન સામે આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application