જો ઘરની બહાર નીકળતા જો આ વસ્તુ દેખાય તો મળે છે શુભ સમાચાર

  • June 01, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરની બહાર નીકળતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે કેટલીક વસ્તુઓ દેખાય તે તેને શુકન માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈ કામ માટે ઘરની બહાર નીકળતા પહેલા કેટલીક વસ્તુઓ જોઈ લેવી શુભ હોય છે. તેને જોઈને જવાથી કામ નિર્વિઘ્ને પૂરા થઈ જાય છે.


ઘરની બહાર નીકળતી વખતે આ વસ્તુઓ દેખાય તો શુભ માનવામાં આવે છે :
​​​​​​​

  • સફેદ બિલાડીને શુભ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જો ઘરની બહાર નીકળતી વખતે સફેદ બિલાડી દેખાય છે, તો તેનો અર્થ એ છે કે દિવસની શરૂઆત સારી થશે અને બધા કામ પૂર્ણ થશે.


  • પક્ષીઓને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરની બહાર નીકળતી વખતે કોઈ પક્ષી ઉડતું દેખાય છે, તો તેનો અર્થ એ છે કે કોઈ સારા સમાચાર મળશે. જો પક્ષી માથા પરથી ઉડીને જાય છે, તો તેનો અર્થ એ છે કે નફો થવાની સંભાવના છે.


  • સાધુઓને ત્યાગ અને સંતોષનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરની બહાર નીકળતી વખતે કોઈ સાધુને  જોવો છો, તો તેનો અર્થ એ છે કે દિવસભર શાંતિ અને સંતોષનો અનુભવ કરશો.


  • બાળકો સ્વભાવે નમ્ર, નિર્દોષ અને સાચા દિલના હોય છે. જો ઘરની બહાર નીકળતી વખતે કોઈ બાળકને હસતા જોશો તો તેનો અર્થ એ છે કે દિવસની શરૂઆત સારી થશે.


  • લીલો રંગ પ્રકૃતિ અને વૃદ્ધિનું પ્રતીક છે. જો ઘરની બહાર નીકળતી વખતે લીલો રંગ દેખાય છે, તો તેનો અર્થ છે કે દિવસભર સફળતા અને સમૃદ્ધિ મળશે. બધા પેન્ડિંગ કામ પૂરા થશે.


  • હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો છે. જો ઘરથી બહાર નીકળતી વખતે કોઈ ગાય દેખાય કે કોઈ ગાય વાછરડાને દૂધ પીવડાવતી હોય તો સમજી લેવું કે આખો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. ઘોડો, હાથી અને નોળિયો જોવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.


  • જો ઘરથી બહાર નીકળતી વખતે અથવા યાત્રા પર જતી વખતે અથવા કોઈ વિશેષ કાર્ય કરતી વખતે શંખ અથવા મંદિરના ઘંટનો અવાજ  સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે યાત્રા ખૂબ જ શુભ રહેવાની છે.


  • ઘરની બહાર નીકળતી વખતે પાણીથી ભરેલો ઘડો કે વાસણ જોવું ખૂબ જ સારું છે. તેનો અર્થ એ છે કે જે પણ કામ હાથ ધરી રહ્યા છો તે જલ્દી પૂર્ણ થવાનું છે.


  • શાસ્ત્ર અનુસાર જો ઘરની બહાર નીકળતી વખતે ફૂલનો હાર દેખાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં જલ્દી જ કોઈ શુભ ઘટના બનવાની છે.


  • ઘરની બહાર નીકળતી વખતે અર્થી દેખાય તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ એક શુભ સંકેત છે જેનો અર્થ છે કે જીવનમાં જલ્દી જ કેટલાક સારા ફેરફારો થવાના છે.


  • ઘરની બહાર નીકળતી વખતે માછલી અને હાથી જોવા મળે તેને પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં માછલી અને હાથીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો માછલી કે હાથી દેખાય તો સમજી લેવું કે ભાગ્ય સાથ આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application