સોલો ટ્રિપ પર જતી મહિલાઓ આ બેઝિક સેફ્ટી ટિપ્સ ફોલો કરશે, તો ફરવાની મજા થઈ જશે બમણી

  • May 20, 2023 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વર્તમાન સમયમાં મહિલાઓ સશક્ત અને સ્વતંત્ર થઈ ચૂકી છે. દરેક કાર્ય તે એકલી જ કરવા ઈચ્છે છે. હરવા-ફરવા માટે પણ એકલી જ જાય છે. આ જ કારણ છે કે આજકાલ મોટાભાગની મહિલાઓ સોલો ટ્રિપ કરવાનું પસંદ કરે છે. જેની ખાસિયત છે કે તમે જેમ ઈચ્છો તેવુ કરી શકો છો. અત્યારે ઘણી બધી મહિલાઓમાં સોલો ટ્રિપનો ક્રેઝ છે. દરમિયાન જો તમે પણ સોલો ટ્રિપ પર જવા ઈચ્છો છો તો અમુક બેઝિક સેફ્ટી ટિપ્સ વિશેની જાણકારી હોવી જોઈએ. જો તમે આ તમામ વાતો ધ્યાનમાં રાખીને સોલો ટ્રિપ પર જશો તો ખૂબ એન્જોય કરી શકશો અને સુરક્ષિત રીતે પાછા ઘરે આવી શકશો. 



જો તમે એકલા કોઈ નવા સ્થળ પર જઈ રહ્યા છો તો સૌથી પહેલા તે સ્થળ વિશે સારી રીતે જાણકારી એકત્ર કરી લો. તમે યુટ્યુબ વગેરે પર ઘણા બધા બ્લોગ પણ જોઈ શકો છો. તેનાથી અંદાજ આવી જાય છે કે તે સ્થળ કેવુ છે. આ ઉપરાંત જો તમારા કોઈ મિત્ર કે જાણીતા લોકો ત્યાં જઈ ચૂક્યા હોય તો તેમની પાસેથી પણ જાણકારી એકત્ર કરી લો. જેમ કે ત્યાં રોકાણની વ્યવસ્થા કેવી છે. શોપિંગ મોલ ક્યાં છે. કઈ હોટલ માર્કેટથી વધુ નજીક છે વગેરે. તેમજ સ્થાનિક કાયદા વિશે પણ સમગ્ર જાણકારી એકત્ર કરી લો. 



સોલો ટ્રાવેલ કરી રહ્યા છો તો સેફ્ટીનું ધ્યાન દરેક સમયે રાખવુ જોઈએ. દરમિયાન તમે તમારુ લાઈવ લોકેશન પોતાના પરિવારજનો સાથે જરૂર શેર કરો. સમયાંતરે તમે પોતાની ફેમિલીને પોતાના ટ્રાવેલ સાથે જોડાયેલી જાણકારી આપતા રહો. તમે વધુ મોડી રાત સુધી કોઈ અજાણ્યા શહેરમાં ટ્રાવેલ ના કરો. 

સૌથી જરૂરી એ છે કે પોતાની સાથે સામાન ઓછો રાખો. શ્રેષ્ઠ એ હશે કે એક મોટી બેગ પોતાની સાથે રાખો. આ સિવાય તમે એક બેગ પેક રાખો જેમાં તમે તમારો જરૂરિયાતનો સામાન રાખી શકો. જેથી તમે આરામથી ફરી શકો. 



કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા લિમિટ રાખીને કરો. અજાણ્યા પર જરૂરિયાતથી વધુ વિશ્વસા કરવો યોગ્ય નથી. અજાણ્યા લોકો સાથે પોતાની વ્યક્તિગત જાણકારી શેર ના કરો. જેમને તમે જાણતા નથી તે લોકોનું આમંત્રણ પણ ના સ્વીકારો. 


તમે તમારા આરોગ્યનો પણ ખ્યાલ રાખો. જો તમને કોઈ પ્રકારની એલર્જી અને મુશ્કેલી છે તો તેની દવા પહેલેથી લઈ લો. પોતાની સાથે ફર્સ્ટ એડ બોક્સ જરૂર રાખો. શરદી, તાવ, માથાનો દુખાવા જેવી દવાઓ પોતાની પાસે રાખો જેથી કટોકટીની સ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો ના પડે. 

જ્યાં પણ ફરવા જાવ ત્યાં તમે પોતાને એકલા હોવાનું દર્શાવવાથી બચો. જો તમે એવુ નહીં કરો તો તમને કોઈ છેતરી શકે છે. લોકોની વાતોમાં આવ્યા પહેલા પોતે જ બધુ ઓનલાઈન સર્ચ કરી લો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application