PM મોદીને મળવાની પરવાનગી નહીં મળે તો કરશું ભૂખ હડતાળ, સોનમ વાંગચુકે આપ્યું અલ્ટીમેટમ

  • October 05, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લદ્દાખના કાર્યકર્તા સોનમ વાંગચુકે ફરી એકવાર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અથવા કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળવાની તેમની માંગ પર સરકાર તરફથી કોઈ જવાબ ન મળતાં તેમણે આજથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરી છે.


ટોચના નેતાઓને મળવા દેવામાં ન આવ્યા

વાંગચુકે ગઈકાલે કહ્યું કે જ્યારે અમને રાજઘાટ પર લઈ જવામાં આવ્યા અને ખાતરી આપવામાં આવી કે અમને દેશના ટોચના ત્રણ પ્રધાનોમાંથી એકને મળવાની તારીખ મળશે, અમે 48 કલાક પછી અમારી ભૂખ હડતાલ પાછી ખેંચી લીધી, પરંતુ હજુ સુધી અમને કોઈ તારીખ મળી નથી.



ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે કહ્યું, વડાપ્રધાન અમારાથી થોડા કિલોમીટર દૂર હતા. અમે તેમને મળવાની આશા રાખતા હતા. વાંગચુક એક મહિના પહેલા લેહથી શરૂ થયેલી દિલ્હી ચલો પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ફૂટ માર્ચનું આયોજન લેહ એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યું હતું. તે કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે છેલ્લા ચાર વર્ષથી આંદોલન ચલાવી રહ્યું છે.


વાંગચુક જંતર-મંતર પર કરવા માંગે છે ઉપવાસ

વાંગચુક દિલ્હીમાં તેમની અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ ક્યાં કરશે તે હજુ નક્કી થયું નથી. વાંગચુકે કહ્યું કે તેમણે અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ તેમને જંતર-મંતર પર ઉપવાસ માટે જગ્યા આપે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તેમણે તમામ રાજકીય પક્ષો અને સંગઠનોને તેમને વિરોધ પ્રદર્શન માટે જગ્યા આપવા વિનંતી કરી છે.


અગાઉ સોમવારે સોનમ વાંગચુક અને લદ્દાખના 150 લોકોને સિંઘુ બોર્ડર પર પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ પછી  બુધવારે તેમને રાજઘાટ પર મહાત્મા ગાંધીના સ્મારક પર લઈ જવામાં આવ્યા અને પછી છોડવામાં આવ્યા.


બુધવારે રાત્રે ગૃહ મંત્રાલયની ખાતરી બાદ વાંગચુક અને 150 થી વધુ લોકોએ રાજઘાટ પર તેમના અનિશ્ચિત ઉપવાસ સમાપ્ત કર્યા. 1 સપ્ટેમ્બરના રોજ, વાંગચુકે આદિવાસી વિસ્તારોને વિશેષ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવા માટે દિલ્હી ચલો પદયાત્રા શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News