ગ્રાન્ટ ન મળે તો ખાડા રિપેર નહીં કરવાના

  • September 14, 2024 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તાજેતરમાં થયેલા એક સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાયમાં સૌથી ખરાબ રસ્તા રાજકોટના છે, આવો ઉચ્ચ ક્રમાંક મેળવ્યા પછી પણ રાજકોટ મહાનગરપાલિકાનું તત્રં સુધયુ નથી. ડામર રસ્તાઓ ઉપર પડેલા ખાડાનો સર્વે કરાયો જેમાં રાજકોટમાં ૧૨,૦૦૦ ખાડા હોવાનું બહાર આવ્યા બાદ સરકારમાં રિપોર્ટ મોકલ્યો છે અને હવે સરકાર ગ્રાન્ટ ફાળવશે જ. અહીં સો મણનો સવાલ એ છે કે સરકારને ગ્રાન્ટ ફાળવણી કરવામાં કદાચ પખવાડિયું વિતે મહિનો વિતે તો શું ત્યાં સુધી રસ્તા ઉપર ખાડા રિપેર કરવાના જ નહીં !? ખરેખર તો ખાડાનો સર્વે રિપોર્ટ જાહેર કર્યેા તે મુજબ જ કેટલા ખાડાનું ત્વરિત રિપેરિંગ કયુ તેનો પણ સર્વે કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઇએ.
અમુક એવા સામાન્ય ખાડા હોય છે કે જે રિપેર કરવા માટે કોઇ ઇજનેરી કૌશલ્યની જર હોતી નથી. જો સામાન્ય નાગરિકને પણ તે ખાડા પુરવા માટેનો માલ સમાન અને સાધનો આપવામાં આવે તો તે પણ ખાડા રિપેર કરી શકે તેમ છે, આવા ખાડા પણ રિપેર કરાતા નથી. રાજકોટ મહાપાલિકાના ઇચ્છાધારી ઇજનેરો પાસેથી કામ લેવાની પદાધિકારીઓની ખરેખર ક્ષમતા નથી કે પછી દાનત નથી ? ખાડાનો સર્વે કરી રિપોર્ટ મોકલી બેસી રહેવાનું હોય ? સામાન્ય ખર્ચે રિપેર થઇ શકે તેવા ખાડા રિપેર કરવા શું કોઇ મનાઇ છે ? આવા અનેક સવાલો દરરોજ કમ્મરતોડ રસ્તેથી પસાર થતા વાહનચાલકોમાંથી ઉઠી રહ્યા છે જેના જવાબો કોઇ પાસે નથી. શહેરમાં જેટલા રસ્તા તૂટા તેમાંથી કેટલા ગેરંટીવાળા રોડ હતા તેની તપાસ પણ થવી જોઇએ અને તેવા કોન્ટ્રાકટરોને પેનલ્ટી નહીં પણ બ્લેક લિસ્ટેડ કરવા જોઇએ. લોકોમાંથી એવો સુર ઉઠી રહ્યો છે કે મુખ્યમાર્ગેા અને રાજમાર્ગેા ઉપર તો યારે ડામરકામ કરો ત્યારે કમસે કમ રહેણાંક સોસાયટીઓની શેરીઓમાં પડેલા ખાડાઓનું રિપેરિંગ તો શ કરાવો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application