પિમ્પલ્સ થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ તેના કારણે ચહેરો ખૂબ જ ખરાબ દેખાવા લાગે છે. મોટાભાગે ટીનેજર્સમાં પીમ્પ્લ્સની સમસ્યા વધુ જોવા મળે છે. તે હોર્મોનલ બદલાવને કારણે હોય શકે છે. આ સિવાય પિમ્પલ્સ થવાના કારણોમાં યોગ્ય ખાનપાન, ત્વચાનું યોગ્ય ધ્યાન ન રાખવું, પ્રદૂષણ, ત્વચાની વધુ પડતી ચીકાશ પણ છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો પિમ્પલ્સના ડાઘ રહી જાય છે.
પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે લોકો તેમના ચહેરા પર જુદા જુદા ફેસપેક લગાવે છે અને DIY હેક્સ પણ અજમાવતા હોય છે. આટલું કરવા છતાં જો પિમ્પલ્સ ઓછા નથી થતા તો ત્વચા પર નહીં પણ પેટ પર ધ્યાન આપવાની જરૂર છે.
કબજિયાતને કારણે ત્વચાની સમસ્યા થઈ શકે છે
જો પેટ બરાબર સાફ નથી થતું અને દરરોજ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે. જેની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ ત્વચા પર પણ જોવા મળે છે. જો પાચનની સમસ્યા હોય તો તેના કારણે પિમ્પલ્સ પણ થઈ શકે છે.
પેટમાં વધેલી ગરમી
ચહેરા પર પિમ્પલ્સ અથવા મોઢામાં ફોલ્લા પેટમાં ગરમી વધી જવાને કારણે હોઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેની પાછળનું કારણ ઓછું પાણી પીવું, વધુ તળેલું ખાવું, મસાલેદાર ખોરાક, ચેપ વગેરે જેવી બાબતો હોઈ શકે છે. પેટને ઠંડક આપવા માટે આહારમાં ચરબીયુક્ત ખોરાકનો સમાવેશ ન કરવો જોઈએ અને દહીં, વરિયાળી, ફુદીનો જેવી વસ્તુઓનો સમાવેશ કરો.
આ વસ્તુઓનો ઉપયોગ ઘટાડો
જો ચહેરા પર પિમ્પલ્સ હંમેશા દેખાય છે, તો તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જંક ફૂડ બિલકુલ ટાળો, કારણકે તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. વધુ માત્રામાં પાણી પીવો. આ સિવાય આહારમાં વધુ પ્રમાણમાં મીઠાઈઓ ખાવાનું ટાળો.
ડૉક્ટરનો સંપર્ક કરો
જો આહારનું ધ્યાન રાખવા છતાં પણ પિમ્પલ્સ ઓછા નથી થતા, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તેની પાછળનું કારણ હોર્મોનલ અસંતુલન હોઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં પીજીવીસીએલ દ્રારા ૯૨ કિ.મી. એલટી એરિયલ કેબલની કામગીરી ચાલુ
December 19, 2024 10:35 AMજમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
December 19, 2024 08:41 AMએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech