ભારત અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવે ઈસરોના નામમાં વધુ એક સિદ્ધિ જોડાવા જઈ રહી છે. ઈસરો આવતીકાલે પ્રોબા–૩ મિશન લોન્ચ કરશે. ઈસરોની વ્યાપારી શાખા ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) આ મિશનમાં સહકાર આપી રહી છે.ઈસરો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી આવતીકાલે સાંજે ૪:૦૮ વાગ્યે પ્રોબા–૩ મિશન લોન્ચ કરશે. તે યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ)નું એક મિશન છે. પ્રોબા–૩ મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ઈએસએ અનુસાર, 'પ્રોબા–૩' મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. ઈસરો પહેલાથી જ બે તપાસ મિશન લોન્ચ કરી ચૂકયું છે. પહેલું ૨૦૦૧ માં પ્રોબા–૧ અને બીજું પ્રોબા–૨ મિશન ૨૦૦૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.પ્રોબા–૩ મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ ઓકયુલ્ટર છે, તેનું વજન ૨૦૦ કિલો છે. બીજું અવકાશયાન કોરોનાગ્રાફ છે, જેનું વજન ૩૪૦ કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને ઉપગ્રહ અલગ થઈ જશે અને પછીથી સૌર કોરોનોગ્રાફ બનાવવા માટે એકસાથે મૂકવામાં આવશે. તે સૂર્યના કોરોનાનો વિગતવાર અભ્યાસ કરશે. સૂર્યના બાહ્ય વાતાવરણને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે.પ્રોબા–૩ મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેકટ છે. આ દેશોના જૂથમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનનો કુલ ખર્ચ અંદાજે ૨૦૦ મિલિયન યુરો હોવાનો અંદાજ છે. પ્રોબા–૩ મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના દ્રારા પ્રથમ વખત અવકાશમાં 'પ્રિસિઝન ફોર્મેશન લાઈંગ'નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એક સાથે ઉડાન ભરશે. આ ઉપગ્રહો સતત એક જ નિશ્ચિત ગોઠવણી જાળવી રાખશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech