ISROએ ચંદ્રયાનનો નવો વીડિયો બહાર પાડ્યો, ચંદ્ર પર ચાલતું દેખાયું રોવર પ્રજ્ઞાન

  • August 26, 2023 08:06 PM 

ચંદ્રની ધરતી પર ઉતરાણ બાદ રોવર ફૂલ સ્પીડમાં કામે લાગી ગયુ છે. ISROએ ચંદ્રયાનનો નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ચાલતુ જોઈ શકાય છે. 




ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગના 3 દિવસ બાદ ઈસરોએ વધુ એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રોવર પ્રજ્ઞાનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઈસરોએ તેના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં રોવર ચંદ્રયાન જે પોઈન્ટ પર લેન્ડ થયું છે. તે પોઈન્ટ પર ટહેલતું જોવા મળી રહ્યું છે. રોવર 14 દિવસ સુધી ચંદ્રની ધરતી પર ફરી ફરીને ચંદ્રની માહિતી ભેગી કરશે અને પૃથ્વી પર મોકલી આપશે.


14 દિવસ સુધી ફૂલ સ્પીડમાં કામ કરશે રોવર

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર ઉતર્યાને 3 દિવસ થયાં છે. રોવર 14 દિવસ સુધી ચંદ્રનો સઘનતાથી સ્ટડી કરશે જે પછી ચંદ્ર પર રાત આવશે અને તેને સૂર્યપ્રકાશ ન મળી શકવાને કારણે તે ડિએક્ટીવ થઈ જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application