IND vs PAK: પાકિસ્તાને ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય, પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર

  • June 09, 2024 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે. બાબર આઝમની ટીમ આજે એક ફેરફાર સાથે મેદનામાં ઉતરશે. આઝમ ખાનની જગ્યાએ ઈમાદ વસીમ ટીમમાં પરત ફર્યો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


ઉલ્લેખનીય છે કે આજે ભારત-પાકિસ્તાન મેચ શરૂ થયા પહેલા ન્યુયોર્કમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મેચ માટે ટોસ 7ઃ30 કલાકે થવાનો હતો પરંતુ વરસાદના કારણે મેચનો ટોસ થોડો મોડો એટલે કે 8 વાગ્યે થયો હતો. સારી વાત એ છે કે આ મેચમાં ઓવરોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.


પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર


ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application