આઈઆઈએમ–એમાં આ વર્ષે સરેરાશ પેકેજમાં નોંધાયો ઘટાડો

  • August 22, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ મેનેજમેન્ટ અમદાવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેયુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકિઝકયુટિવ્સના વિધાર્થીઓની આ વર્ષે પણ કન્સલ્ટિંગ પ્રથમ પસંદગી બની છે. પીજીપીએકસ સમર પ્લેસમેન્ટ ૨૦૨૩ ના જાહેર કરાયેલા ઇન્ડિયન પ્લેસમેન્ટ રિપોટિગ સ્ટાન્ડડર્સ રિપોર્ટ અનુસાર, મહત્તમ ૨૪% વિધાર્થીઓએ સમર પ્લેસમેન્ટમાં પોતાને માટે માર્ગદર્શકની ભૂમિકા પસદં કરી છે. ૧૯% સાથે આઈટી અને ૧૦% સાથે બીએફેસાઈ સેકટર બીજા અને ત્રીજા ક્રમે છે. અહેવાલ મુજબ, ૧૪૦ વિધાર્થીઓની બેચમાંથી, ૧૩૦ વિધાર્થીઓ સમર પ્લેસમેન્ટ પ્રક્રિયા ૨૦૨૩ માં હાજર રહ્યા હતા. જેમાંથી ૧૨૮ને નોકરી મળી છે. આ વર્ષે ૫૩ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. ૧૨૮ માંથી ૧૨૨એ દેશમાં જ નોકરી પસદં કરી યારે ૬ એ વિદેશમાં નોકરી પસદં કરી. ગયા વર્ષે વિદેશમાં ૫ વિધાર્થીઓએ કુઆલાલંપુરમાં નોકરી પસદં કરી હતી. આ વર્ષે ત્રણે દુબઈમાં, એક એમ્સ્ટરડેમમાં, એક જકાર્તામાં અને એકે ફ્રેન્કફર્ટમાં નોકરી માટે પસંદગી કરી છે. આઇઆઇએમ–એ પ્લેસમેન્ટ કમિટીના ચેરમેન પ્રો. અંકુર સિંહાએ કહ્યું કે ૨૦૨૩નું પ્લેસમેન્ટ ઘણું સાં હતું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વ્યૂહાત્મક અને વિકાસ ભૂમિકાઓમાં સારી ભરતી જોવા મળી હતી. કન્સલ્ટિંગ સેકટરમાં ઇન્ટરનેશનલ આફર્સ વધી છે.
અહેવાલ મુજબ, બેંગલુ ચાલુ વર્ષે પીજીપીએકસના વિધાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીનું શહેર છે. ૩૩ વિધાર્થીઓને બેંગલુમાં યારે ૩૧ વિધાર્થીઓને દિલ્હીમાં પ્લેસમેન્ટ મળ્યું છે. તો ૧૯ વિધાર્થીઓને મુંબઈમાં પ્લેસમેન્ટ મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application