'હું તારી માટે કોઈપણ હદ સુધી જઈશ મારી બેબી ગર્લ... હોળી પર જેલમાંથી સુકેશ ચંદ્રશેખરે જેકલીનને લખ્યો પત્ર

  • March 07, 2023 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરોડોની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે દિલ્હીની તિહાર જેલમાંથી એક પત્ર લખ્યો છે. મીડિયામાં આવેલા આ પત્રમાં સુકેશે હોળીની શુભકામનાઓ પાઠવી છે અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. સુકેશે પત્રમાં જેકલીનને હોળીની શુભેચ્છા પાઠવી છે અને જેકલીનને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવી છે. સુકેશે જેકલીનના જીવનમાં પ્રેમના રંગો ભરવાનું વચન પણ આપ્યું છે.



સુકેશે આ પત્રમાં તેને હોળીની શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે, 'હું સૌથી શાનદાર,અદ્ભુત વ્યક્તિ, મારી જેકલીનને હોળીની શુભેચ્છા પાઠવું છું. રંગોના આ તહેવાર હોળી પર હું તમને વચન આપું છું કે જે રંગો તમારા જીવનમાંથી ગાયબ થઈ ગયા છે, તેમને હું 100 વખત પાછા લાવીશ. આ વર્ષે હું મારી સ્ટાઇલમાં, સંપૂર્ણ ઉત્સાહ અને તેજ સાથે. હું વચન આપું છું અને આ મારી જવાબદારી પણ છે.


સુકેશે આ પત્રમાં આગળ લખ્યું છે કે, 'તું ખબર જ છે કે હું તારા માટે કોઈપણ હદ સુધી જઈશ મારી બેબી ગર્લ, હું તને પ્રેમ કરું છું, હસતી રે.' આ સાથે સુકેશે પત્રમાં તેના પરિવાર, મિત્રો અને સમર્થકોનો આભાર માન્યો છે. હોળીની શુભકામનાઓ પણ આપી છે.


તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખરે પોતાની ચાલાકીથી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘણા લોકોને છેતરનાર સુકેશ હાલ દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. સુકેશને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે સંબંધ હતો. જો કે, જેકલીન સિવાય નોરા ફતેહી અને અન્ય ઘણી અભિનેત્રીઓના નામ પણ તેની સાથે જોડાયેલા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર, સુકેશે જેકલીન અને તેના પરિવાર પર 10 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને તે 4 વખત જેકલીનને મળ્યો છે. સુકેશ જેકલીનને મુંબઈથી ચેન્નાઈ બોલાવવા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલતો હતો, જેના પર લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેલમાં રહ્યા બાદ પણ સુકેશ બોલિવૂડ અભિનેત્રીઓને મોંઘીદાટ ભેટ મોકલતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application