મારે સારી ફિલ્મો આપવી હતી, એટલે 4 વર્ષનો બ્રેક લીધો

  • January 31, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ ‘પઠાન’થી વાપસી કરનારા કિંગખાને કહી દિલની વાત


વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાને લાંબા બ્રેક પછી ફિલ્મ ‘પઠાન’થી વાપસી કરી હતી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાને 4 વર્ષ પછી આ ફિલ્મથી વાપસી કરી હતી. આ કારણોસર દર્શકો આતુરતાથી ફિલ્મ ‘પઠાન’ની રાહ જોઈ રહ્યા હતા. શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેમણે 4 વર્ષનો બ્રેક શા માટે લીધો. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ ક્રિસમસ પર રિલીઝ થઈ હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મ ‘ડંકી’ હિટ થયા પછી શાહરૂખ ખાને ફેન્સ સાથે વાતચીત કરી અને તેમની ફિલ્મોને સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 


ફિલ્મમાંથી બ્રેક શા માટે લીધો?

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિંગ ખાન ફેન્સ સાથે વાત કરી રહ્યા છે. વિડીયોનાં શાહરૂખ ખાન જણાવે છે કે, ‘હું 33 વર્ષોથી કામ કરી રહ્યો છું અને આટલા બધા સમયનો બ્રેક લેવો તે મારા માટે ખૂબ જ નવું છે. થોડા સમય પહેલા મારી કેટલીક ફિલ્મો સારો બિઝનેસ કરી શકી નહોતી, મને એવું લાગી રહ્યું હતું કે, સારી ફિલ્મો નથી બનાવી રહ્યો. જેથી હું સારી ફિલ્મો કરવા માંગતો હતો. દર્શકોને ફિલ્મ ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ ખૂબ જ પસંદ આવી છે. ભારતની સાથે સાથે ભારતની બહાર પણ દર્શકોએ મને અને મારી ફિલ્મોને તેમના દિલમાં સ્થાન આપ્યું છે. 4 વર્ષનો બ્રેક ના લેવો જોઈએ, 2-4 મહિનાનો બ્રેક લેવો યોગ્ય છે. હું આપ સહુનો આભારી છું કે, ઓડિયન્સે મને ફીલ કરાવ્યું કે, મેં જે પણ કર્યું તે બરાબર કર્યું છે અને આ રીતે જ કરતા રહેવું જોઈએ.’

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ થયા પછી શાહરૂખ ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 4 વર્ષના લાંબા બ્રેક પછી શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાન’થી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન એબ્રાહમ લીડ રોલ ભજવતા જોવા મળ્યા હતા. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application