હું સિંગલ છું, તમે મને ક્યારે ગર્લફ્રેન્ડ શોધી આપશો?,યુવકે ગર્લફ્રેન્ડ બનાવવા માટે દિલ્હી પોલીસની માંગી મદદ

  • June 01, 2024 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી પોલીસ અવારનવાર સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. દિલ્હી પોલીસ સમયાંતરે લોકોને જાગૃત કરવાનું કામ કરતી રહે છે. આ વખતે 'નો ટોબેકો ડે' પર દિલ્હી પોલીસની એક જાગૃતિ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટ પર એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી કે તેને જોઈને લોકો રડી પડ્યા. દિલ્હી પોલીસની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ દિલ્હી પોલીસ પાસે ગર્લફ્રેન્ડની માંગણી કરી હતી.


દિલ્હી પોલીસે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવા અને તમાકુથી દૂર રહેવા માટે આ પોસ્ટ કરી હતી. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં શિવમ ભારદ્વાજ નામના વ્યક્તિએ લખ્યું- 'તમે ગર્લફ્રેન્ડ બનાવવામાં મારી મદદ ક્યારે કરશો? આ બરાબર નથી, તમારે મને ગર્લફ્રેન્ડ શોધવામાં મદદ કરવી પડશે.


અને મજાની વાત એ હતી કે વ્યક્તિએ સિંગલને બદલે સિગ્નલ લખ્યું હતું. હવે આના જવાબમાં દિલ્હી પોલીસે લખ્યું- 'સર, અમે તમારી ગર્લફ્રેન્ડને શોધવામાં ચોક્કસ મદદ કરીશું (જો તે ક્યારેય ગુમ થઈ જાય તો જ). ટીપ : જો તમે 'સિગ્નલ' છો, તો અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે લીલા રંગ ના રહેજો લાલ નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application