જો હુ ચૂંટાઈશ તો ઈલોન મસ્કને કેબિનેટની ભૂમિકા આપીશ!: ટ્રમ્પ

  • August 20, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં જીત બાદ ટેસ્લાના સીઈઓને પૂર્વ અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચા ચાલી રહી છે. દરમિયાન એક યુઝરની પોસ્ટમાં ઈલોન મસ્કની ચર્ચાઓને વેગ આપવામાં આપ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇલોન મસ્કએ કહ્યું હતું કે, 'હત્પં ઈચ્છું છું કે તે સરકારી ખર્ચના સંચાલનમાં સરકારને મદદ કરે. મને લાગે છે કે, સરકારે એક કમિશન બનાવવું જોઈએ જે કરદાતાઓના પૈસાના યોગ્ય ખર્ચની કાળજી લે. આવા કમિશનને મદદ કરવામાં મને ખૂબ આનદં થશે. મસ્કના નિવેદન પર પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'તેઓ આ પ્રસ્તાવ પર વિચાર કરીને ખુશ થશે.' ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, જો તેઓ વ્હાઇટ હાઉસ પહોંચશે તો તેઓ મસ્કને કેબિનેટ પદની ઓફર કરશે. એક યુઝરે એકસ પર લખ્યું કે, ઈલોન મસ્કને સક્ષમતા વિભાગની ઓફર કરવામાં આવશે.
આના પર મસ્કે જવાબ આપ્યો અને લખ્યું કે, એકદમ સાચું નામ. મસ્કની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ બાદ સિક્કાના એકસ પેજ સર ડોગે પર એક વપરાશકર્તાએ તે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડીઓજીઈ) પોસ્ટ કયુ અને બાદમાં એક સ્માઈલી ઇમોજી બનાવ્યું. આ પોસ્ટ શેર કરતી વખતે, ઈલોન મસ્કે લખ્યું કે, એકદમ સાચું નામ. મસ્કનો આ જવાબ વાયરલ થયો હતો. લોકો આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે.
મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક માનવામાં આવે છે અને મે મહિનામાં પણ અમેરિકન મીડિયામાં એવી અફવાઓ ઉડી હતી કે, જો ટ્રમ્પ ચૂંટણી જીતશે તો તેઓ ઈલોન મસ્કને સલાહકાર બનાવી શકે છે. હવે બંને લોકો વચ્ચેની તાજેતરની વાતચીતે તે ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'એવું લાગે છે કે મસ્ક તેની જોબ માટે ઈન્ટરવ્યુ આપી રહ્યો છે.' અન્ય યુઝરે કટાક્ષ કર્યેા, 'રોલ મેળવવાની કેટલી સરસ રીત છે, મસ્ક ખરેખર એક ટ્રેન્ડસેટર છે.' અન્ય એક યુઝરે લખ્યું કે 'આ માણસનો આઈકયૂ એટલો અત્પત છે કે હત્પં તેને શબ્દોમાં વ્યકત કરી શકતો નથી.' વાતચીત દરમિયાન બંને વચ્ચે પરમાણુ ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News