ટીનએજમાં જ મને થયો હતો યૌન શોષણનો કડવો અનુભવ : ભૂમિ પેડનેકર

  • February 05, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂમિ પેડનેકરે કર્યો ચોંકાવનારો ખુલાસો 


ભૂમિ પેડનેકરે ચોંકાવનારી બાબત કહી છે કે પોતે ટીનએજમાં જ થઈ ચુકી છે યૌન શોષણનો શિકાર. ત્યારે તો કશું સમજાયું નહી કે આ શું થયી રહ્યું છે.

ભૂમિ પેડનેકરે જણાવ્યું કે જ્યારે તે ટીનએજર હતી તો તેની સાથે આવી ઘટના થઈ હતી. તે ભીડની વચ્ચે હતી. જ્યારે તેની સાથે શોષણ થયું તો તે શૉક થઈ ગઈ હતી. તેને સમજ ન હતું આવ્યું કે તે શું કરે.

  

ભૂમિ પેડનેકર ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. એક ઈન્ટરવ્યૂમાં ભૂમીએ પોતાની સાથે બનેલી એક યૌન શોષણની ઘટના વિશે જણાવ્યું. તે સમયે તેની ઉંમર ફક્ત 14 વર્ષ હતી જ્યારે ભીડમાં કોઈએ તેને પાછળથી  ચુટલો ભર્યો. તેને પહેલા તો સમજાયુ નહીં કે તેની સાથે આ કોણ કરી રહ્યું છે. પરંતુ કોઈ વારંવાર તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. 


યૌન શોષણ પર બોલી ભૂમિ 

ભૂમિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, "મને સારી રીતે યાદ છે, બાંદ્રામાં ત્યારે મેળો લાગેલો હતો. હું ટીનએજર હતી. લગભગ 14 વર્ષની અને મારા પરિવારની સાથે હતી. મને ખબર હતી કે શું થઈ રહ્યું છે... હું ચાલી રહી હતી અને કોઈ મારા બેક પર ચુટલી ભરી રહ્યું હતું. મેં પાછળ વળીને જોયું પરંતુ મને ખબર ન પડી કે આવું કોણ કરી રહ્યું છે. કારણ કે ભીડ ખૂબ વધારે હતી. કોઈ મને વારંવાર ખરાબ રીતે સ્પર્શ કરી રહ્યું હતું. જોકે હું પોતાના પરિવારની  સાથે હતી. મારી બિલ્ડિંગમાંથી બાળકીઓનું એક આખુ ગ્રુપ હતું પરંતુ મેં તે સમયે કંઈ ન કહ્યું કારણ કે જે થયું હતું તેનાથી હું શૉકમાં હતી


હજુ પણ યાદ છે તે અનુભવ 

ભૂમિએ કહ્યું, "મને હજુ પણ યાદ છે કે મને કેવો અનુભવ થયો હતો. મને ચુટલીઓ યાદ છે. આ એવી વસ્તુ છે જે તમારૂ શરીર યાદ રાખે છે. આ એક ટ્રામા જેવું છે જેનાથી તમે બહાર ન આવી શકો. ઘણી વખત તો તમે એમ પણ નથી સમજી શકતા કે કોણે શું કહ્યું કારણ કે તમે ભીડની વચ્ચે છો.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News