તેઓ દેશના યુવાનોના મનમાં ઝેર ઓકતા હોવાથી મે બ્લાસ્ટ કર્યો: કેરળ બોમ્બ વિસ્ફોટનો આરોપી

  • October 30, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેરળના એર્નાકુલમમાં ગઈકાલે થયેલા ૩ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં મૃત્યુઆંક ૩ પર પહોંચી ગયો છે. ત્રીજું મૃત્યુ ગઈકાલે મોડી રાત્રે થયું હતું, યારે બે મહિલાઓનું મૃત્યુ ઘટના સ્થળે જ થઈ ચૂકયું હતું. હવે ૧૨ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ વિસ્ફોટમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી ૫ની હાલત ગંભીર છે. તમામની સારવાર ચાલુ છે.


કેરળના કલામાસેરીમાં જમરા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એકિઝબિશન સેન્ટરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈને મોટો ખુલાસો થયો છે. પ્રા માહિતી અનુસાર, કેરળના એમઆર અજિથ કુમારે જણાવ્યું કે, ત્રિશૂર ગ્રામીણના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યકિતએ આત્મસમર્પણ કયુ છે. તેણે કહ્યું કે, વ્યકિતએ દાવો કર્યેા છે કે તેણે જ વિસ્ફોટો કર્યા હતા.


બ્લાસ્ટને અંજામ આપનાર ડોમિનિક માર્ટિને બ્લાસ્ટ પાછળ એક વિચિત્ર કારણ જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ડોમિનિકનો દાવો છે કે તે એ જ િસ્તી જૂથ, જેહોવાઝ વિટનેસ સાથે પણ સંકળાયેલો છે, જેની પ્રાર્થના સભામાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનું કહેવું છે કે તેમને તેમની વિચારધારા પસદં નથી. તેઓ તેમને દેશ માટે ખતરો માને છે કારણ કે તેઓ દેશના યુવાનોના મનમાં ઝેર ઓકતા હોય છે. એટલા માટે તેણે તેમની પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કર્યેા હતો. પોલીસે કહ્યું કે આ કેસના તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


હોસ્પિટલથી પ્રાપ્ત માહિતી અનુસાર, એર્નાકુલમ જિલ્લાના મલલાયત્તૂરની રહેવાસી લિબના નામની ૧૨ વર્ષની બાળકીનું રવિવારે મોડી રાત્રે કલામસેરી મેડિકલ કોલેજમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલના મેડિકલ બોર્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બાળકીને રવિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બ્લાસ્ટને કારણે તેનું શરીર ૯૫ ટકા બળી ગયું હતું. વેન્ટિલેટરનો સહારો મળવા છતાં, તેમની તબિયત સતત બગડતી રહી, ત્યારબાદ સવારે ૧૨.૪૦ વાગ્યે તેમનું અવસાન થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application