મિત્રની સાથે બેઠેલી પત્નીની કારને પતિએ આગ ચાંપી સળગાવી દીધી

  • December 04, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળના કોલ્લમ શહેરમાં મંગળવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં એક પતિએ તેની પત્ની કે જે પોતાના મિત્ર સાથે કારમાં બેઠી હતી એ કારને આગ લગાવી દીધી. કાર ચાનક જ ભડભડ સળગવા લાગી હતી અને જોતજોતામાં અગનગોળો બની ગયી હતી. જેમાં પત્ની જીવતી જ ભૂંજાઈ ગયી હતી અને તેનું મોત થયું હતું જયારે તેમના મિત્રની હાલત અત્યતં ગંભીર છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
કેરળના કોલ્લમ શહેરમાં મંગળવારે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી યાં એક પતિએ તેની પત્નીની કારને આગ લગાવી દીધી હતી, પરિણામે મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઉંમર ૪૪ વર્ષ હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે અકસ્માત થયો ત્યારે મહિલા એક મિત્ર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપી પતિ પધ્મરાજન જેની ઉંમર ૫૦ વર્ષની આસપાસ છે. તે તેની પત્નીની કારની પાછળ ગયો. તે અન્ય વાહનમાં તેમની કારને અનુસરી રહ્યો હતો અને તેણે લગભગ ૯ વાગ્યે કોલ્લમના ચેમ્મુક્કુ વિસ્તારમાં કાર રોકી હતી. આ પછી તેણે કારમાં પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી. મળતી માહિતી મુજબ, આગમાં ઘેરાયેલી અનિલાનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.જયારે મહિલાના મિત્રની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.અને હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે.
પોલીસે આરોપી પતિ પધ્મરાજનને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ જઘન્ય અપરાધ પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. હાલ તો આ ગુના પાછળના કારણો બહાર આવ્યા નથી, પરંતુ પોલીસ આ ઘટના અંગે સાચી માહિતી બહાર લાવવા પ્રયાસ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application