પત્નીના જન્મદિવસ પર પતિની અનોખી ગિફ્ટ : ચંદ્ર પર એક એકર જમીન ખરીદી, પત્નીની ખુશી સમાઈ નહીં

  • August 23, 2023 05:32 PM 

પત્નીના જન્મદિવસ પર સોના, ચાંદીની ગિફ્ટ તો સૌ કોઈ આપે પણ રાજકોટના આ યુવાને એવી ગિફ્ટ આપી કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય. ચંદ્ર પર જમીન ખરીદી બર્થ ડે ગિફ્ટ તરીકે પત્નીને આપવામાં આવી છે. 

આજે ચંદ્રયાન 3નું લેન્ડિંગ છે. આ વચ્ચે રાજકોટના એક યુવાને પોતાની પત્ની માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. આજે પત્નીના જન્મદિવસ પર એક અનોખી જ ગિફ્ટ આપવાના વિચાર સાથે રાજકોટના યુવાને આ સાહસ કર્યું છે. 15 દિવસ પહેલા ચેતન જોશીએ પોતાના પત્ની ખુશી જોશીને ગિફ્ટ આપવા જમીન ખરીદી હતી. એક એકર જમીન ચેતન જોશીએ ખરીદી છે. જેની કિંમત ₹3 લાખ જેટલી છે. પતિના સરપ્રાઇઝ ગીફ્ટથી પત્ની પણ ખુશખુશાલ થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application