IPL 2023ની ફાઇનલમાં વરસાદ વિઘ્ન બને તો પરિણામ કેવી રીતે આવશે? કોણ જીતશે ટ્રોફી, ચેન્નાઈ કે ગુજરાત?

  • May 27, 2023 09:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવાર 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમગ્ર સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન ટોપ પર રહ્યું હતું. જ્યારે ગુજરાત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ચેન્નાઈ બીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, IPL 2023ની પ્રથમ મેચ પણ અમદાવાદમાં જ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે રમાઈ હતી. જોકે અમદાવાદમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.


ઉલ્લેખનીય છે કે ક્વોલિફાઈ મેચ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રમતની શરૂઆત થોડી મોડી થઈ હતી. હવે સવાલ એ થાય છે કે જો ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડે અને મેચનો એક પણ બોલ ફેંકવામાં ન આવે તો રમતનું પરિણામ શું આવશે? આ ચમકતી ટ્રોફીનું નામ કોના નામે રાખવામાં આવશે? કેવી રીતે ખબર પડશે મેચનું પરિણામ? ત્યારે અમારા આ આર્ટીકલમાં તમારા આ બધા પ્રશ્નોના જવાબો છે.


આ રીતે આઈપીએલનું ફાઈનલ પરિણામ આવશે
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 28 મેના રોજ વરસાદ થશે તો ફાઈનલ મેચ શરૂ કરવા માટે વધારાનો સમય રાખવામાં આવ્યો છે. કોઈપણ ઓવર ઘટાડ્યા વિના, સંપૂર્ણ 20 ઓવરની મેચ રાત્રે 10.10 મિનિટે શરૂ થઈ શકે છે. જો તે વધારાના સમયમાં પણ મેચ શરૂ નહીં થાય, તો તે પછી 5-5 ઓવરની રમત કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ જો તે પણ શક્ય ન બને તો મેચનું પરિણામ નક્કી કરવા માટે સુપર ઓવર થશે. નોંધપાત્ર વાત એ છે કે જો એક પણ બોલ ફેંકવામાં ન આવે તો BCCIએ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. ત્યારબાદ બીજા દિવસે મેચ રમાશે.


બીજી તરફ જો એવું થયું કે મેચ 28 મેના રોજ શરૂ થઈ અને વરસાદના કારણે તેને વચ્ચે જ રોકવી પડી. તેથી બીજા દિવસે રમત જ્યાંથી છોડી હતી ત્યાંથી શરૂ થશે. જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે તો તે દિવસે મેચ યોજવા માટે મેચના પહેલા દિવસની જેમ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદને કારણે કોઈ બોલ ફેંકવામાં નહીં આવે તો જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. જો કે જો વરસાદના કારણે મેચ ધોવાઇ જશે તો ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર ચેમ્પિયન બનશે. કારણ કે તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.


ફાઈનલ વાળા દિવસે અમદાવાદનું હવામાન રહેશે આવુ
28 મે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પૂરી સંભાવના છે. સાથે જ 44 ટકા ભેજ પણ જોવા મળી શકે છે. આ સિવાય વરસાદની વાત કરીએ તો ફાઈનલ મેચના દિવસે વરસાદની શક્યતા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાનારી મેચ માટે રિઝર્વ ડેનો ભાગ્યે જ ઉપયોગ કરવાનો સમય આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application