રાજકોટમાં કેટલા દવાખાના ? મહાપાલિકા પાસે ડેટા નથી

  • February 08, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં કુલ કેટલી હોસ્પિટલ્સ અને કિલનિકસ કાર્યરત છે તેનો કોઇ જ ડેટાબેઝ રાજકોટ મહાપાલિકા પાસે ઉપલબ્ધ નહીં હોવાની ચોંકાવનારી વિગતો આજે બહાર આવી છે.વિરમગામની હોસ્પિટલમાં ૧૭ લોકોએ દ્રષ્ટ્રિ ગુમાવ્યાના અંધાપાકાંડ બાદ હાઇકોર્ટએ દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલ અને તેની સુનાવણીમાં રાય સરકારએ કરેલા સોગંદનામા અને તે અંતર્ગત કરેલી જાહેરાતથી રાજકોટ મહાપાલિકામાં સૌ અજાણ છે. રાજકોટ શહેરમાં કેટલા તબીબો કાર્યરત છે તેની આરોગ્ય શાખા અધિકારી અને આરોગ્ય સમિતિ ચેરમેન સહિતના કોઇને ખબર નથી.


વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોની દ્રષ્ટ્રિ જતી રહેતાં તેમજ આંખે જોવામાં ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં રાજય સરકારે સોગંદનામું રજૂ કરી મહત્ત્વની જાહેરાત કરી હતી કે, હવેથી રાજયભરમાં રાજયભરના તમામ કિલનિકસ અને હોસ્પિટલ્સનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજય સરકાર દ્રારા કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ અને લ્સમાં જરી સુધારો કરવામાં આવ્યો છે. તેને લઇને હવે ટૂંક સમયમાં જ આ નવી જોગવાઈઓ લાગુ થશે. દરમ્યાન કોર્ટ સહાયકે અંધાપાકાંડ જેવા કિસ્સાઓમાં ડોકટરો જવાબદારીમાંથી બચી જવા હોવા સહિતના મુદ્દે ધ્યાન દોરતાં હાઈકોર્ટે રાજયના તબીબી આલમને બહુ માર્મિક ટકોર કરી હતી કે, જો ડોકટરોએ કોર્પેારેટ કલ્ચર પ્રમાણે પૈસા જોઇએ છે તો એ પ્રમાણે તેમણે નિાથી કામ પણ કરવું જોઇએ,જે આપણે કરતા નથી.


યારે બીજી બાજુ રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે ઉપરોકત બાબતથી જ તદ્દન અજાણ હોવાનું અને સાંપ્રત પ્રવાહોથી વાકેફ રહેતા નહીં હોવાનું આજે વધુ એક વખત સામે આવ્યું હતું. રાજકોટ શહેરમાં કુલ કેટલી હોસ્પિટલ્સ અને કિલનિકસ કાર્યરત છે તેનો કોઈ ડેટાબેઝ નહીં હોવાનું ખુદ આરોગ્ય અધિકારી અને આરોગ્ય કમિટીના ચેરમેનએ જણાવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન રાજકોટની ઉદય શિવાનદં કોવિડ હોસ્પિટલમાં આગ ભભુકતા સાત દર્દીઓના કણ મોત થયાની દુર્ઘટના પછી પણ આવા મામલે રાજકોટ મહાપાલિકા તત્રં ઉંઘતું રહ્યું છે. તબીબી વ્યવસાય પણ મહાપાલિકાના વિશાળ કાર્યક્ષેત્ર અને વ્યાપક સતાઓ હેઠળના નિયંત્રણમાં જ આવે છે તે બાબત જનહિતમાં ભુલવું ન જોઇએ.


સમગ્ર શહેરનો ડેટાબેઝ તૈયાર કરવા પ્રયાસ કરશું: આરોગ્ય કમિટી ચેરમેન

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય કમિટીના ચેરમેન કેતનભાઇ ઠુંમરએ જણાવ્યું હતું કે સમગ્ર શહેરની તમામ હોસ્પિટલ્સ અને કિલનિકસનો ડેટા બેઝ તૈયાર કરવા અમે પૂરતા પ્રયાસો કરીશું. રજિસ્ટ્રેશન ભલે યાં થતું હોય ત્યાં પણ મહાપાલિકા પાસે આ વિગતો હોવી જરી છે. ટૂંક સમયમાં આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે મિટિંગ યોજી આ મામલે ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવશે અને જર જણાયે વોર્ડવાઇઝ સર્વે કરાશે.


એ બધું જિલ્લા આરોગ્ય અધિકારીમાં આવે: મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.વકાણી
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણી નો આ મામલે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે તબીબો હોસ્પિટલો કે કિલનિકનું રજીસ્ટ્રેશન હવે નવા ફેરફારો અનુસાર રાજકોટ મહાનગરપાલિકામાં થતું નથી ભૂતકાળમાં રજીસ્ટ્રેશન થતું હતું તેથી તે સમયનો જૂનો ડેટા ઉપલબ્ધ હોઈ શકે હવેથી તો એ બધું જ જિલ્લા આરોગ્ય અધિકારીમાં આવે છે! રાજકોટ શહેરમાં કેટલી હોસ્પિટલ્સ અને કેટલા કિલનિકસ કાર્યરત છે તેની કોઈ જ નોંધ ઉપલબ્ધ નહીં હોવાનું તેમણે ઉમેયુ હતું.


રાજકોટ મહાપાલિકાની શાખાઓ વચ્ચે આંતરિક સંકલનનો અભાવ

રાજકોટ શહેરમાં કાર્યરત હોસ્પિટલ્સ અને કિલનિકસ અનેક રીતે રાજકોટ મહાપાલિકાની વિવિધ શાખાઓ સાથે સંકળાયેલા હોય છે તેમ છતાં વિવિધ શાખાઓ વચ્ચે આંતરિક સંકલનના અભાવે આજ દિવસ સુધી રાજકોટની તમામ હોસ્પિટલ્સ અને કિલનિકસનો સંપૂર્ણ ડેટાબેઝ કયારેય તૈયાર થઇ શકયો નથી. જો મહાપાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો જ મહાપાલિકા પાસે ડેટાબેઝ બને તેવું હોતું નથી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસે વિશાળ સત્તાઓ છે અને તે ઇચ્છે તો ગણતરીના દિવસોમાં ડેટા તૈયાર કરી શકે છે. બાંધકામ પ્લાન એપ્રુવલ, ફાયર એનઓસી, શોપ લાયસન્સ, પ્રોપર્ટી ટેકસ, બાયો મેડિકલ વેસ્ટ નિકાલ માટે રજિસ્ટ્રેશન સહિત અનેક તબક્કે મેડિકલ પ્રેકિટશનર્સ એ મહાપાલિકા સુધી આવવું તો આમ પણ ફરજિયાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application