પોરબંદરનું જિલ્લા સેવા સદન-૧ ફાયર સેફટી વગર કઇ રીતે ચાલે?
મુખ્યમંત્રી સુધી સ્થાનિક રહેવાસી દ્વારા થઇ રજૂઆત
પોરબંદરમાં જિલ્લા કલેકટરની કચેરી જિલ્લા સેવા સદન-૧ ફાયર સેફટી વગરનું છે તેમ જણાવીને કઇ રીતે તે કાર્યરત રહી શકે? તેવા સવાલ સાથે મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઇ છે.
પોરબંદરના નરેન્દ્ર પી. સોલંકીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ફાયર સેફટી વગર સકારી જાહેર પબ્લિકની સેવા આપતી કચેરી જિલ્લા કલેકટરની મીઠી નજરથી ચાલે? તેવો સવાલ ઉઠાવ્યો છે અને ઉમેર્યુ છે કે ગુજરાત સરકાર તથા ભારત સરકારની નવા નિયમો લોકોની સલામતીને ધ્યાનમાં રાખી બિલ્ડીંગમાં ફાયર સેફટીની વ્યવસ્થા કંપલસરી બની છે. પરંતુ ગાંધીના આ પોરબંદરમાં અધિકારીઓની મીઠી નજરથી જાહેર જનતા દરરોજ વ્યાવાહારિક કામોસર અનેક કલાકો સુધી ભેગા થાય તેવાજ સ્થળે ફાયર સેફટીની કોઇ જોગવાઇ નથી.
આ સ્થળોએ ફાયર, દુર્ઘટના બને લોકો મૃત્યુ પામે તેની રાહ જોવે છે. સરકારી બાબુઓ પોરબંદર શહેરમાં આવેલ લોકો સાથે ડાયરેકટ કામ કરતી પોસ્ટ ઓફિસ રામટેકરી રોડ, એસ.બી.આઇ. બેંક, એસ.એમ.જી. બ્રાન્ચ, યુગાન્ડા રોડની મુખ્ય કચેરીઓ આ રીતે ચાલે છે. કેટલા લોકો દુર્ઘટના થાય તો મરશે તે ગણવાના બાકી હશે? તેવો સવાલ ઉઠાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech