હુથી બળવાખોરોનો ભારત આવી રહેલા જહાજ ઉપર મિસાઈલમારો

  • April 27, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યમન સમર્થિત હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.હુથી મિસાઇલોએ હવે લાલ સમુદ્રમાં એન્ડ્રોમેડા સ્ટાર ઓઇલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. જહાજના સંચાલકે શિપને નુકસાન થયાની વિગતો આપી હતી. હત્પતી વિદ્રોહીઓ ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર હત્પમલો કરી રહ્યા છે. બ્રિટિશ મેરીટાઇમ સિકયુરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું હતું કે જહાજના માલિકે જહાજને નુકસાનની જાણ કરી છે.

હુથીના પ્રવકતા યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે પનામા–ધ્વજવાળું જહાજ જેના પર મિસાઇલો છોડવામાં આવી હતી તે બ્રિટિશ માલિકીની હતી, પરંતુ શિપિંગ ડેટા દર્શાવે છે કે તે તાજેતરમાં વેચવામાં આવ્યું હતું, એલએસઇજી ડેટા અને એમ્બ્રે અનુસાર તેના વર્તમાન માલિક સેશેલ્સના છે. ટેન્કર રશિયા સાથે સંબંધિત વેપારમાં રોકાયેલું છે. તે રશિયાના પ્રિમોસ્ર્કથી ભારતના વાડીનાર તરફ જઈ રહી હતી, એમ્બ્રેએ કહ્યું. હુથી આતંકવાદીઓએ નવેમ્બરથી લાલ સમુદ્ર, બાબ અલ–મંડબ સ્ટ્રેટ અને એડનના અખાતમાં વારંવાર ડ્રોન અને મિસાઇલ હત્પમલાઓ શ કર્યા છે, જે દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબી અને વધુ ખર્ચાળ સફર પર માલ મોકલતા જહાજોને નુકસાન કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application