રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મહાપાલિકા દ્રારા નિર્માણ કરાયેલી વિવિધ આવાસ યોજનાઓના આવાસો ભાડે આપીને લાભાર્થીઓ કમાણી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ઘર વિહોણા ગરીબોને ઘરનું ઘર આપવાનું સ્વપન ચકનાચુર થઇ જાય તેવી વાસ્તવિકતા વચ્ચે ચેકિંગના અભાવે લોલમલોલ ચાલી રહી છે. છેલ્લા એક વર્ષમાં જ ૧૩૦ લાભાર્થીઓ આવાસો ભાડે આપીને પોતે અન્યત્ર રહેતા હોવાનું માલુમ પડતા જેમાં ભાડુઆતો રહેતા હતા ૧૩૦ આવાસ સીલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને કિલયરન્સ સમિતિના ચેરમેનપદે નિતિનભાઇ રામાણીનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તેમણે જાહેર કરેલી વાર્ષિક કામગીરીમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યેા છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ કમિટીના ચેરમેન નીતિનભાઈ રામાણીએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ૧૦૧૦ આવાસો માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. એલઆઇજી તથા એમઆઇજી કેટેગરીના કુલ ૫૫૨ આવાસોનો ડ્રો કરી ગરીબ અને જરીયાતમદં લાભાર્થીને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી.
આવાસ યોજના વિભાગ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ૧૦૧૦ આવાસો માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા જે ૧.૫ બીએચકે, ૪૦ ચો.મી.ના છે, જેની કિંમત .૫.૫૦ લાખ રહેશે.
ડ્રો કરી ફાળવણી કરેલ આવાસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ–૧ અને ૨, એલઆઇજી તથા એમઆઇજી કેટેગરીના કુલ ૫૫૨ આવાસોનો ડ્રો તા.૧૦–૨–૨૦૨૪ના રોજ કરવામાં આવ્યો અને લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી.
યારે લોકાર્પણ કરેલ આવાસોમાં મવડી–કણકોટ રોડ ઉપર આવેલ ઇડબ્લ્યુએસ–૧ તથા ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના કુલ મળીને ૨,૩૦૪ આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આવાસ સીલીંગની કાર્યવાહીમાં છેલ્લા એક વર્ષમાં આવાસ યોજનામાં આવેલ વિવિધ ફરીયાદો અન્વયે છેલ્લા એક વર્ષમાં મુળ આસામીઓ સિવાય રહેતા માલુમ પડેલ કુલ ૧૩૦ આસામીઓના આવાસો સીલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન ઇન્સ્ટોલમેન્ટ બેઇઝ તથા નોન ઇનસ્ટોલમેન્ટ બેઇઝ આવાસ યોજનામાં મળીને કુલ .૬,૮૨૧.૭૩ લાખની વસુલાત કરવામાં આવેલ છે.
આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ૧૦૧૦ આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવશે. તદઉપરાંત આગામી સમયમાં બહાર પાડવામાં આવનાર આવાસના નવા ફોર્મમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીમાં ખાલી પડેલ ૧૩૩ આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવશે. જે ૧.૫ બીએચકે, ૪૦ ચો.મી.ના રહેશે. તેની કિંમત .૫.૫૦ લાખ રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમઆઇજી કેટેગરીમાં ખાલી પડેલ ૫૦ આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવશે. જે ૨.૫ બીએચકે, ૬૦ ચો.મી. ના રહેશે. તેની કિંમત .૧૮.૦૦ લાખ રહેશે.
આવાસ યોજના(ટેકનીકલ) વિભાગની કામગીરીમાં મુખ્યત્વે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં ૩૬,૨૦૦ થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરીને લાભાર્થીને સોપવામાં આવેલ છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્કલુંઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની આંગણવાડીઓ તેમજ શોપિંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. જેથી નાગરિકોને રોજ–બરોજની જીવન જરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે છે.
આવાસ યોજના(ટેકનિકલ) વિભાગ દ્રારા તા.૧૨–૯–૨૦૨૩ થી તા.૧૧–૯–૨૦૨૪ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત . ૧૧૯.૦૫ કરોડના ખર્ચે ટી.પી. ૧૯ (રાજકોટ) એફ.પી. ૧૨ તથા ૧૨બી ઉપર રેલનગર વિસ્તારમાં ઇડબ્લ્યુએસ–૨ પ્રકારના ૧૦૧૦ આવાસો તથા ૪૭ દુકાનોની કામગીરી કાર્યરત છે. જે મે–૨૦૨૫ માં પૂર્ણ થશે. જેમાં કેન્દ્ર સરકારશ્રી તરફથી . ૧૫.૧૫ કરોડ તથા રાય સરકારશ્રી તરફથી . ૧૫.૧૫ કરોડની ગ્રાન્ટ મળશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના – પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અંતર્ગત તા. ૧૨–૯–૨૦૨૩ થી તા. ૧૧–૯–૨૦૨૪ દરમિયાન ૧૦૦ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા ૧૦૮૨ આવાસોની કામગીરી કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના– અરવિંદ મણીયાર કવાટર્સ રી–ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત રી–ડેવલપમેન્ટની કામગીરી કાર્યરત છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના–બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રકશન(બીએલસી) ઘટક અંતર્ગત તા.૧૨–૯–૨૦૨૩ થી તા.૧૧–૯–૨૦૨૪ દરમિયાન ૪૦૦ થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા હાલમાં ૫૩ આવાસોની કામગીરી કાર્યરત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech