સૌરાષ્ટ્ર્રમાં હવે શ્રાવણીયા જુગારની મોસમ જામવા લાગી હોય તેમ રાજકોટ જિલ્લામાં જુગારના અલગ– અલગ ત્રણ દરોડામાં પોલીસે ચાર મહિલા સહિત ૨૧ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જેમાં જેતપુર પોલીસે મકાનમાં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા.યારે એલસીબીએ મેટોડા જીઆઇડીસીમાં સાત શખસોને તથા લોધિકા પોલીસે ચીભડા ગામની સીમમાં ચાર શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, ડી.જી.બડવાની રાહબરી હેઠળ એએસઆઈ રવિદેવભાઈ બારડ, રોહિતભાઈ બકોત્રા,કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર અને મેહત્પલભાઈ સોનરાજ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૧ પાસે જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં જીેશ રઘુભાઈ કોઠીયા, સામતં કનુભાઈ સુસરા, અલ્પેશ કાનાભાઈ ગોલતર, ઈમ્તિયાઝ કાસમભાઇ ફૈઝ, મીઠા વશરામભાઈ ધ્રાંગીયા, વિજેન્દ્રસિંહ કુશવાજ લાઈબન રાજ કેતકી યાદવનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૮૨,૫૦૦ અને મોબાઈલ સહિત ૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જેતપુર સિટી પોલીસ મથકના સ્ટાફે અહીં જેતપુર જુનાગઢ રોડ પર શિવ કૃપા–૨ માં આવેલા વિશાલ ટાંકના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ચાર મહિલા સહિત ૧૦ ને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૭,૬૬૦ અને સાત મોબાઈલ તથા ત્રણ વાહન સહિત .૧,૫૭,૬૭૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મકાનમાલિક વિશાલ નવનીતભાઈ ટાંક ઉપરાંત લાલજી ભુપતભાઈ મકવાણા, કમલેશ દિનેશભાઈ ભોજવીયા, રણછોડ હીરાભાઈ ખટાણા, નવનીત કરસનભાઈ ટાંક, વિજય જેરામભાઇ પીલાઈ, જીતુબેન મનસુખભાઈ ખરેડ, કિંજલબેન કિરીટભાઈ સોલંકી, કુસુમબેન પંકજભાઈ મહેતા અને હિરલબેન પ્રવીણભાઈ મોરબીયાનો સમાવેશ થાય છે.
યારે અન્ય દરોડામાં લોધીકા પોલીસ મથકના સ્ટાફે ચીભડા ગામે હરીપરા તરવડા જવાના રસ્તે બાવળના ઝાડ નીચે જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં ભીખુ ભલાભાઇ દાફડા, વિનોદ ભાલાભાઈ ખીમસુરીયા, મનસુખ નાગજીભાઈ ખીમસુરીયા, નરેશ રાજાભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૨,૮૦૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech