નોરતામાં મેઘરાજા વિધ્ન નહીં નાખે એવી આશા: દેશના અન્ય ભાગોમાં વરસાદ

  • October 12, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાલયન રિજીયન માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે આજથી જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા શ થઈ ગઈ છે. આ વાતાવરણની અસરના ભાગપે ગુજરાત સિવાય દેશના અનેક રાયોમાં વરસાદની સંભાવના ઊભી થઈ હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.

આઈએમડીના સત્તાવાર ન્યુઝ બુલેટિનમાં જણાવાયા મુજબ ગુજરાતમાં બહત્પ વરસાદ પડવાની સંભાવના નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા આણદં ખેડા અને સૌરાષ્ટ્ર્રમાં સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદની થોડી શકયતા દર્શાવવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણના રાયો કર્ણાટક તામિલનાડુ કેરલામાં વરસાદ ચાલુ જ છે. પૂર્વેાતરના રાયોની વાત કરીએ તો નાગાલેન્ડ મણીપુર મિઝોરમ અને ત્રિપુરામાં આજથી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ ૧૪ થી ૧૭ દરમિયાન હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં વરસાદ પડશે તેવું હવામાન ખાતાનું કહેવું છે. યારે ઉતરાખડં હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તારીખ ૧૫ થી ૧૭ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે અત્યારે તો સૌરાષ્ટ્ર્રમાં ઉનાળા જેવી ગરમી પડે છે. સાંજથી સવાર સુધી સૂકું વાતાવરણ હોય છે પરંતુ દિવસ દરમિયાન ગરમી વધી જાય છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૩૬.૮ ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં ૩૬ અને કંડલા એરપોર્ટ પર ૩૬.૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. અમદાવાદ ડીસા વડોદરા વલસાડ અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૫ થી ૩૫.૫ ડિગ્રી નોંધાયું છે. રાજકોટ અને ભુજમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૯૩% જેટલું રહેવા પામ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application