જામનગરમાં લાંચ કેસમાં હોમગાર્ડ જેલ હવાલે

  • November 09, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પોલીસ જમાદાર વતી હોમગાર્ડઝનો જવાન રર હજારની લાંચ લેતો એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. આ આરોપીની ધરપકડ કરી તેને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા પછી તેને જેલમાં મોકલી દેવાયો છે, જ્યારે ફરાર થઈ ગયેલા હેડ કોન્સ્ટેબલની એસીબીએ તપાસ શરુ કરી  છે.
જામનગરની ખોડિયાર કોલોની પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા કલ્પેશ ઠાકરીયા એ થોડા દિવસ પહેલા એક યુવકને દારુબંધી ભંગના ગુન્હામાં પકડી પાડ્યા પછી તેની પાસેથી ૩૦ હજારની લાંચ માગી તેમાંથી ૮ હજાર મેળવી લીધા પછી બાકીના રર હજારની ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદ સોમવારે તે યુવકના સંબંધીએ જામનગરની લાંચ રુશ્વત વિરોધી શાખામાં નોંધાવી હતી. જે ફરિયાદના પગલે કલ્પેશ ઠાકરીયા વતી લાંચ લેવા આવેલા હોમગાર્ડઝના જવાન હરપાલસિંહ જાડેજા ને રર હજારની લાંચ લેતાં ઝડપી લેવાયો  હતો. જે આરોપીને એક દિવસના રીમાન્ડ પર લઇ જેલ હવાલે કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application