ધોરાજીમાં રહેતા યુવાનને બાઈક અને કારમાં ધસી આવેલા રાજકોટના 10 શખ્સોએ મળી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રસ્તા પર ત્રણ બાઈક ચાલકો બાઇક આડુ અવડુ ચલાવતા હોય જેથી આ બાબતે યુવાન તેને સમજાવવા જતા તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં ખુરેશી રોડ પર ખાટકીવાડામાં રહેતા તુફેલ મુખતારભાઈ કારવા(ઉ.વ 22) દ્વારા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ઉબેદ સંધિ, શાનુ યુનુસભાઈ ગરાણા અને આઠ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વહેલી સવારના તેના મિત્રને અકસ્માત થયો હોય જેથી તે ધોરાજી હોસ્પિટલ ગયો હતો. બાદમાં બપોરના 3:30 વાગ્યા આસપાસ તે બાઈક લઇ ઘર તરફ જતો હતો ત્યારે અહીં વલીયાની હોટલ પાસે પહોંચતા ત્રણ બાઈક ચાલકો એક સાથે રસ્તા પર આડાઅવળા બાઇક ચલાવતા હોય જેથી યુવાને પોતાનું બાઈક સાઈડમાં ઊભું રાખી દીધું હતું. બાદમાં આ ત્રણેય શખસો રોડ પર મજાક મશ્કરી કરતા શાકમાર્કેટ તરફ જતા રહ્યા હતા. યુવાન અહીં તેને સમજાવવા માટે જતા આ શખસોએ ગાળાગાળી કરી હતી. થોડીવારમાં ખ્વાજા બાપુની દરગાહ તરફથી એક કાર આવી હતી જેમાંથી છ સાત શખસો ઉતયર્િ હતા અને યુવાન અને તેના મિત્ર મહમદ અલી પર હુમલો કરી ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. જેથી યુવાનનો મિત્ર ડરી અહીંથી ચાલ્યો ગયો હતો બાદમાં આ દશ શખસોએ યુવાનને મારમારી ઉબેદે છરી કાઢી યુવાનના માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ સાનુએ યુવકને બેઠકનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો આ દરમિયાન લતામાં રહેતા યુવાનના અન્ય મિત્રો આવી જતા તેને વધુ મારામાંથી બચાવ્યો હતો.
બાદમાં તેને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ બાદમાં જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે રાજકોટના 10 શખસો સામે મારામારી, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટનું બાબરી ગ્રુપ ઉર્ષમાં બાઇક-કાર લઇ રેસ લગાવે છે
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પર હુમલો કરનાર આ શખસો રાજકોટના 14 નંબર બાબરી ગ્રુપ્ના હતા અને આ ગ્રુપ્ના માણસો રાજકોટથી દરગાહમાં ઉર્ષમાં મોટરસાયકલ તથા કાર લઇ રેસ કરવા માટે આવતા હોય છે. અગાઉ પણ આ ગ્રુપ્ના માણસો ધોરાજીમાં ઉર્ષમાં આવ્યા હતા અને ગઈકાલે અહીં ખ્વાજા બાપુનો ઉર્ષ હોય તેથી તેઓ ધોરાજી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરવલ્લી: મોડાસાના ગડાદર નજીક અકસ્માતમાં ચારના મોત
November 15, 2024 07:55 PMજામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ અને પરિવાર પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યઘાત, શેઠવડાળા ગામ સજ્જડ બંધ
November 15, 2024 06:15 PMજામનગર: લાલપુર બાયપાસ પાસે સેટેલાઇટ પાર્કમાં રહેણાક મકાનમાં આગ ભભુકી, ફાયર ટીમે બુઝાવી આગ
November 15, 2024 06:09 PMડાયાબીટીસને કન્ટ્રોલ કરવા આહારમાં સામેલ કરો આ અનાજ
November 15, 2024 05:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech