સણોસરાના દરબારગઢના ઐતિહાસિક મહત્વને પિછાણી હેરિટેજ તરીકે વિકસાવાશે, શેમળી નદી પર બનશે રિવરફ્રન્ટ : કલેકટર

  • August 19, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તથા ઓસમ ડુંગર ખાતે બીજા તબક્કાની કામગીરી વિશે સવિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. 
    

કલેક્ટરએ સણોસરાના દરબારગઢના ઐતિહાસિક મહત્વને પિછાણી હેરિટેજ તરીકે આ સ્થળનો વિકાસ કરવા સંબંધીતોને સૂચના આપી હતી. આ સાથે જ શેમળી નદી પર રિવરફ્રન્ટ તેમજ રામોદ ખાતે પ્રવાસન સ્થળની કામગીરી વિશે કલેકટરએ ચર્ચા કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નવી રજૂ થયેલી દરખાસ્તોની તપાસ કરી હતી.
    

બેઠકમાં કલેકટરે જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત સ્મારકો જેવા કે, રાજકોટનો જામટાવર, વીરપુર પાસેની મીનળવાવ, ખંભાલીડાની ગુફાઓ, સુપેડીના મુરલી મનોહર મંદિર, ઉપલેટાના ઢાંકની ગુફાઓ વગેરેને ખાસ વ્યવસ્થાઓ સાથે વિકસાવવા તેમજ લોક આકર્ષણની પ્રવૃત્તિઓ અને પ્રવાસીઓ માટેની વિવિધ સવલતો વિકસાવવા પર ભાર મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application