JPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે યોજાયો ઐતિહાસિક મેચ, અન્ડર-10 ના ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ સાથે રમયો અદભુત મેચ

  • November 02, 2023 07:07 PM 

JPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે યોજાયો ઐતિહાસિક મેચ, અન્ડર-10 ના ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ સાથે રમયો અદભુત મેચ

આજકાલ મીડિયા પાર્ટનર સંગાથે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ બંગલો ખાતે આયોજન : 
હસિત નામના ખેલાડીએ 91 રન ફટકારી ટીમના સ્કોરને 173 રને પહોંચાડ્યો : અંડર 10 ઉમરના ક્રિકેટરોની બે ટીમ વચ્ચે યોજાયો હતો અદભુત ટી-ટ્વેન્ટી મેચ : ક્રિકેટ રસિકો અને વાલીઓ મોટી સંખ્યામાં મેચ જોવા ઉમટી પડ્યા : જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયન અને રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અનોખા મેચનું આયોજન : ટુર્નામેન્ટમાં આજે પણ બે t20 લીગ મેચ રમાશે


આજકાલ મીડિયા પાર્ટનના સંગાથે રાઇઝિંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા જામનગરના ઐતિહાસિક ક્રિકેટ બંગલો ખાતે રમાઈ રહેલ સૌપ્રથમ વખત વાઈટ બોલ સીઝનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને ખૂબ સારો અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરરોજ યોજાઇ રહેલા બે-બે લીગ મેચ ઉપરાંત ઇન્વિટેશન અને ફ્રેન્ડલી મેચનો પણ ક્રિકેટર રસિકો આનંદ માણી રહ્યા છે.

જામનગર ક્રિકેટ પ્રીમિયર લીગમાં ગઈકાલે સાંજે 4:00 વાગ્યે પ્રથમ મેચ થન્ડર બોલ્ટ અને જામજોધપુર જગુઆર વચ્ચે યોજાયો હતો અને આ મેચ માટે જાણીતા એડવોકેટ અશોકભાઈ જોશી ઉપસ્થિત રહી ટોસ વિધિ કરાવી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે મેચના અંતે થન્ડર બોલ્ટ ટીમનો વિજય થયો હતો અને મેન ઓફ ધ મેચ તરીકે કરણ પટેલ જાહેર કરાયા હતા. જેને થન્ડર બોલ્ટ ટીમના ઓનર અને એડવોકેટ અશોકભાઈ જોશી, જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનના સભ્ય ભરતસિંહ જાડેજા અને વૃંદાવન રેસ્ટોરન્ટના અમિતભાઈ લાખાણીના હસ્તે મેન ઓફ ધ મેચ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

જ્યારે ગઈકાલનો બીજો મેચ સાંજે 8:00 વાગ્યે બાબરીયા વોરિયર્સ અને ડાર્ક નાઈટ રાઈડર્સ વચ્ચે યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર 6 ના ભાજપના નગરસેવિકા જશુબા અનિરુદ્ધસિંહ ઝાલા તેમજ વોર્ડ નંબર 15 ના નગરસેવિકા હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા અને વોર્ડ નંબર 14 ના નગરસેવક જીતુભાઈ શિંગાળા તેમજ ભાજપ અગ્રણી અનિરુદ્ધસિંહ ઝાલા, પ્રિન્સ રેસીડેન્સી વાળા પ્રિન્સ ભાઈ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સિલેક્ટર વિજયભાઈ બાબરીયા તથા આજકાલ ડિજિટલ વિભાગના મુસ્તાક દલ, શબિર દલ સહિતના મહાનુભાવોના હસ્તે ટોસ વિધિ કરી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે મેચના અંતે બાબરીયા વોરિયર્સનો ઝળહળતો વિજય થયો હતો અને ગાગીયા એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડના ભાવેશભાઈ ગાગીયા ( બાદશાહભાઈ )દ્વારા મેન ઓફ ધ મેચ મિત તાલાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

જામનગર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટના બે લીગ મેચ ઉપરાંત ગઈકાલે રાત્રે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અને સિનિયર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબના સયુંકત ઉપક્રમે ક્રિકેટ બંગલો ખાતે તાલીમ મેળવી રહેલા અંડર 10 ઉંમરના નાના બાળકોનો પણ એક T-20 મેચનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રિકેટ બંગલો ખાતે આ નાના બાળકોનો એક ઐતિહાસિક મેચ યોજાયો હતો જે ખૂબ જ દિલ ધડક અને નિહાળવા લાયક હતો. આ આ મેચની ટોસવિધિ જાણીતા બિલ્ડર ભાવેશભાઈ ગાગીયા ( બાદશાહ ભાઈ ) અને રણજી પ્લેયર દિવ્યરાજસિંહ ચૌહાણ ( સનીભાઈ ) તેમજ ચિરાગ પાઠક સહિતના મહાનુવોના હસ્તે કરવામાં આવી હતી. જ્યારે ક્રિકેટ મેચના અંતે 91 રન ફટકારનાર હસિત ગણાત્રાને બાદશાહભાઈના હસ્તે મેન ઓફ ધ મેચ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આજકાલ મીડિયા પાર્ટનર અને રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ બંગલો ખાતે આયોજિત જામનગર પ્રીમિયર લીગમાં આજે પણ બે લીગ મેચ યોજાશે. જેમાં આજે સાંજે 4:00 વાગ્યે પ્રથમ મેચ ડાર્ક નાઈટ રાઈડર્સ અને સંજરી ટાઈગર વચ્ચે રમાશે. જ્યારે બીજો મેચ થન્ડર બોલ્ટ અને કાલાવડ કિંગ વચ્ચે રમાશે. આ બંને મેચ નિહાળવા જામનગરની ક્રિકેટપ્રેમી જનતાને રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આહવાન કરવામાં આવે છે. ક્રિકેટ બંગલો ખાતે મેચ નિહાળવા માટે પ્રવેશ વિનામૂલ્યે છે.
​​​​​​​

જામનગર પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબના ફાઉન્ડર મુદ્દસીર ઘોનીયા અને કો-ફાઉન્ડર મુસ્તાક દલ તેમજ ઓર્ગેનાઈઝેશન કમિટીના દીપરાજ સિંહ ચુડાસમા, દર્શન પીઠડીયા અને સમીર દલ તથા વિજયભાઈ બાબરીયા, કે.સી.મહેતા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application