મેડી-કલેઇમની રકમ અન્વયે ઇન્સ્યોરન્સ કંપની વિરુધ્ધ ગ્રાહક સુરક્ષા કમિશનનો એતિહાસિક ચુકાદો

  • August 26, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજેશભાઈ સોનછત્રા કે જેઓ જામનગર મુકામે રહે છે, અને પોતાના પરિવારનો નિવા બુપા હેલ્થ (મેક્સ હેલ્થ) ઇન્સ્યોરન્સ કંપની પાસેથી માંદગી તથા અકસ્માત સમયે રક્ષણ મળી રહે તે માટે વિમો મેળવવામાં આવેલ છે. જે વિમાનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમ્યાન રાજેશભાઈનું અકસ્માતે પડી જવાથી ખંભામાં ફ્રેકચર થયેલ ને મેડીકલ સારવાર ની જરુરિયાત થતા રાજેશભાઈને ફલીયા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ અને ઓપરેશન કરવામાં આવેલ અને ૨ મહિનાનું રેસ્ટ કરવાનું જણાવામાં આવેલ અને ફીઝીયો થેરાપી કરવાનું જાણવામાં આવેલ જે અંગેનો ખર્ચ કલેઈમનો નિવા બુપા હેલ્થ (મેક્સ હેલ્થ) ઇન્સ્યોરન્સ કંપની પાસે કલેઇમ મુકવામાં આવેલ અને કલેઈમ ની રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ નિવા બુપા હેલ્થ (મેક્સ હેલ્થ) ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રાજેશભાઈ પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટસની માંગણી કરવામાં આવેલ, અને ત્યારબાદ કલેઇમની પુરેપુરી રકમ ચુકવવાની જગ્યાએ માત્ર ૩,૦૦,૦૦૦ ચુકવવામાં આવેલ અને ખોટી રીતે રુા.૧,૦૦,૦૦૦ રેસ્ટના તથા ફીઝીયોથેરાપીના રુા. ૧,૦૦.૦૦૦ મળી કુલ રુા. ૨,૦૦.૦૦૦ ની રકમ કાપી લેવામાં આવેલ.
જેથી રાજેશભાઈ દ્વારા તાત્કાલિક નિવા બુપા હેલ્થ (મેક્સ હેલ્થ) ઇન્સ્યોરન્સ કંપનીના જવાબદાર અધિકારી નો સંપર્ક કરેલ અને રકમ રુા.૨,૦૦,૦૦૦ ક્યા કારણોસર કાપવામાં આવેલ છે તે અંગે પુછવામાં આવતા નિવા બુપા હેલ્થ (મેક્સ હેલ્થ) ઇન્સ્યોરન્સ કંપનીના જવાબદાર અધિકારી દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નહી. જેથી રાજેશભાઈ દ્વારા વકીલ મારફત નોટીશ મોકલવામાં આવેલ જેનો ઇન્સ્યોરંશ દ્વારા કોઈ જવાબ આપેલ નહી. જેથી નારાજ થઇ રાજેશભાઈ દ્વારા પોતાના વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન, જામનગરમાં નિવા બુપા હેલ્થ (મેક્સ હેલ્થ) ઇન્સ્યોરન્સ કંપની સામે તેમના વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન, જામનગરમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ. અને જે ફરિયાદ ચાલી જતા ફરિયાદીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નામ. નેશનલ કમીશન, સ્ટેટ કમીશન ના ચુકાદા રજુ કરવામાં આવેલ.
જે ચુકાદા તેમજ પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ ડી.એ.જાડેજા તથા સભ્ય એચ.એસ.દવે તથા સભ્ય જે.એચ.મકવાણા દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને સામાવાળાની રજૂઆત ધ્યાને લઇ સકાય નહી અને ફરિયાદીની ફરિયાદ મંજુર કરી અને ફરિયાદીના કલેઈમ ની ખોટી રીતે કપાત કરેલ રુા.૧,૦૦,૦૦૦ રેસ્ટ ના તથા ફીઝીયો થેરાપી ના રા. ૧,૦૦.૦૦૦ મળી કુલ રુા. ૨,૦૦.૦૦૦ વ્યાજ સહીત તથા માનસિક દુ:ખ ત્રાસ ના તથા ફરિયાદ ખર્ચ ની રકમ મળી રુા. ૫,૦૦૦ વળતર પેટે સામાવાળા નિવા બુપા હેલ્થ (મેક્ષ હેલ્થ ) ઇન્સ્યોરન્સ કંપનીએ ફરિયાદીને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application