સમાન નાગરિક સંહિતાને સમર્થન આપતી હિન્દુ સેના

  • July 22, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં હાલ સમાન નાગરિક સંહિતાને લઈ મોટી ચળવળ ચાલી રહી છે, યુનિફોર્મ સિવિલ કોડને લઈ અલગ-અલગ સંપ્રદાય તેમજ ધર્મના લોકો પોત-પોતાની રીતે લડત ચલાવી રહ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને લઇ ભારતમાં સમાન નાગરિક ધારો લાવવા માંગતા લોકોની સંખ્યા વધુ પડતી છે. એક દેશમાં બધા માટે સમાન કાયદો અને સમાન હક્કની વાત આવે ત્યારે બધાએ સ્વીકારવાની જ હોય છે.
હજુ યુસીસીનો અમલ આવ્યો નથી ત્યાં જ ઘણાના પેટમાં તેલ રેડાયું છે, ત્યારે હિન્દુ સેનાએ લોકોને સાવધાન રહેવા જ કહ્યું છે. જ્યારે યુસીસીની અમલવારી થશે ત્યારે સમાજમાં વાતાવરણ અલગજ હશે. હિન્દુ સેના દ્વારા યુસીસીને ખુલ્લું સમર્થન છે, એટલું જ નહીં વાતાવરણ ને અનુરૂપ રહેવા લોકોએ સાવધાની વર્તવી પડશે.
વધુમાં હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા યુસીસીને ખુલ્લા સમર્થન બાદ હિન્દુઓને હિન્દુ સેના ખુલ્લામાં મદદ કરશે અને જરૂર જણાય ત્યારે મેદાને પણ હિન્દુ સેના ઉતરશે તેવી જાહેરાત કરી છે તેમજ લોકોને સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) ને સમર્થન આપવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application