સાડીમાં સોહામણી લાગી હિના

  • November 07, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી એક્ટ્રેસ હિના ખાન તેની ડ્રેસિંગ સેન્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે તે વેસ્ટર્ન અને મોર્ડન લુકમાં જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેની દેશી સ્ટાઈલ પણ જોવા મળી હતી. ફેસ્ટિવ સીઝનમાં એક ઈવેન્ટમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. એક્ટ્રેસે પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવ્યા હતા.હિના ખાને વાયોલેટ કલરની સિલ્ક સાડીને ડીપ નેક બ્લાઉઝ સાથે કૈરી કર્યો છે.

એક્ટ્રેસે ગળામાં ચોકર નેકલેસ પહેર્યો છે, જે તેને ખૂબ જ સારી રીતે સૂટ કરે છે.હેર સ્ટાઈલની વાત કરીએ તો હિના ખાને તેના વાળને સાઈડ પાર્ટીશન કરીને સ્ટાઈલ કર્યા હતા. હિના ખાને શાઈની મેક-અપ કર્યો છે.જેમાં તે ખુબ જ સોહામણી લાગી રહી છે. એક્ટ્રેસની સ્માઈલે ફેન્સને દિવાના બનાવ્યા છે.એક્ટ્રેસ હિના ખાને એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી, જ્યાં તેને રાઈઝિંગ સ્ટાર ફીમેલ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application