રાજકોટ નજીક પડધરી તાલુકાના ખંઢેરી ગામે કપાતર વૃધ્ધ સગ્ગી જનેતાને તથા બહેનને માથાના, હાથના ભાગે લોખંડના પાઈપ લાકડાના ધોકા વડે ખુની હત્પમલો કરી બન્નેના જીવ લેવાનો પ્રયાસ કરતા લોહીલુહાણ હાલતમાં માતા–પુત્રીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. પડધરી પોલીસે આરોપી ખંઢેરી ગામના વિક્રમ કાનાભાઈ સોનારા સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
પડધરીના ખંઢેરી ગામે રહેતા રાઈબેનને પુત્ર વિક્રમ સાથે કિંમતી જમીન બાબતે વિવાદ ચાલે છે. ખંઢેરી ગામે જ રાઈબેનની પુત્રી મીરાબેન યાજ્ઞીકભાઈ જાટીયા ઉ.વ.૩૭ રહે છે. વૃધ્ધ માતાનું પુત્રી મીરાબેન ધ્યાન સારસંભાળ રાખે છે અને રાઈબેનની સાથે પતિ, પુત્રી સાથે રહે છે.
ખંઢેરી ગામે હાલની કિંમત મુજબ કરોડોના ભાવમાં રાઈબેનની વારસાઈ ખેતીની જમીન મિલકત છે. એક દિવસ પુર્વે તા.૨૬ના રોજ બપોરે ત્રણેક વાગ્યે મીરાબેન તેની માતા રાઈબેનને લઈને દવા લેવા માટે ખંઢેરીથી રાજકોટ આવવા નીકળ્યા હતા. ગામમાંથી નીકળતા રસ્તામાં તેની ખેતીની જમીન વાડી આવેલી છે જયાં માતા, પુત્રી બન્ને વાડીએ પાણી પીવા માટે ગયા હતા.
વાડી પર મજુરો કામ કરતા હતા તેણે વિક્રમને ફોન કર્યેા હતો. થોડીવારમાં વિક્રમ રીક્ષા લઈને ધસી આવ્યો હતો. સાથે બે અજાણ્યા શખસો પણ હતા. વિક્રમે માતા તથા બહેનને કહ્યું કે, મારી વાડીએ પાણી પીવા શા માટે આવ્યા છો. વિક્રમે બોલાચાલી કરતા રીક્ષામાં રહેલા બે અજાણ્યા શખસો ત્યાંથી જતા રહ્યા હતા. ઉશ્કેરાયેલા વિક્રમે રીક્ષામાંથી લાકડાનો ધોકો કાઢયો હતો અને મારવા લાગ્યો હતો. ધોકો ભાંગી જતા લોખંડનો પાઈપ કાઢીને માતા–બહેનના માથા પર ઘા ઝીંકયા હતા.
હત્પમલો થતાં પુત્રીને બચાવવા વૃધ્ધ માતા વચ્ચે પડતા આરોપીએ સગ્ગી જનેતાને પણ ન છોડી વૃધ્ધાના કપાળના ભાગે તથા ડાબા હાથના કોણી તથા અંગુઠા પર લોખંડના પાઈપ ફટકાર્યા હતા. ખુની હત્પમલો થતાં માતા–પુત્રી બન્ને લોહીલુહાણ થઈ ગઈ હતી. હિચકારો હત્પમલો કર્યા બાદ વિક્રમે બન્નેને આ જમીન પર કયારેય આવવું નહીં નહીંતર તમારૂ મર્ડર કરી નાખીશ તેમ કહી ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો.
ઈજાગ્રસ્ત માતાને માથામાંથી લોહી વહેતું હોવાથી માતા–પુત્રી બન્નેને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. અતિ ક્રુર બનીને કે જાણે જીવ લેવાના ઈરાદે જ ખુની હત્પમલો કર્યેા હોય કે ઘા ઝીંકયા હોય તે મુજબ ઈજાગ્રસ્ત મીરાબેનને માથાના ભાગે ૪૦ ટાંકા આવ્યા અને બન્ને હાથમાં પણ ઈજા આવી જ રીતે તેની વૃધ્ધ માતા રાઈબેનને પણ ઈજા થઈ હતી. ગામના રંજનબેન સંદીપભાઈ છૈયા બન્નેને સારવારમાં રાજકોટ લાવ્યા હતા.
પડધરી પોલીસે માતા–બહેન પર ખુની હમલો કરનાર કપાતર બનેલા વિક્રમ સોનારા સામે બહેન મીરાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી પીઆઈ એસ.એન.પરમારે તપાસ હાથ ધરી છે.
માતાને સાચવતો ન હોવાથી અગાઉ મામલો કલેકટર સુધી પહોંચ્યો હતો
ખંઢેરી ગામની કિંમતી જમીન મિલકત મામલે આરોપી વિક્રમ માતા–બહેન સાથે ઝગડા કરતો હતો. માતાન સાચવતો ન હતો જેથી અગાઉ કલેકટર સમક્ષ વૃધ્ધ માતાએ ધા નાખી હતી. જે તે સમયે પ્રાંત અધિકારીએ વૃધ્ધાને સાચવવા હિસ્સા આપવા અંગે વિક્રમને હત્પકમ કર્યેા હતો. વારસાઈ મિલકત બાબતે કપાતર બનેલા આરોપીએ ફરી જન્મદાત્રી અને સગ્ગી બહેન પર જીવલેણ હત્પમલો કરતા ગ્રામજનોમાં પણ ભારે ચકચાર જાગી છેે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech