હે રામ...ગાંધી જયંતીએ જ રાજકોટમાં દારૂ ભરેલી બે કાર ઝડપા

  • October 02, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગાંધીના ગુજરાતમાં દાબંધી હોવાછતા દાની રેલમછેલ થતી રહી છે.ત્યારે આજે ગાંધી જયંતીના દિવસે પોલીસે દાબંધીની કડક અલવારી કરાવાનું મન બનાવી લીધું હોય તેમ ડીસીબી અને પીસીબીએ દા ભરેલી કાર ઝડપી લીધી હતી. રાજકોટ–અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી ડીસીબીની ટીમે કારમાં ૩૩૬ બોટલ દાના જથ્થા સાથે રાજસ્થાની શખસને ઝડપી લીધો હતો.પોલીસે દાનાો જથ્થો અને કાર સહિત .૮.૬૮ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.જયારે પીસીબીની ટીમે ગઢકા ગામથી આર.કે.યુનિ.ના રોડ તરફ કારમાં ૧૫૬ બોટલ દાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. અનિલભાઇ સોનારા,કોન્સ.હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે રાજકોટ–અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામેથી એક સફેદ કલરની શંકાસ્પદ ક્રેટા કારને અટકાવી હતી.પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી .૧.૬૮ લાખનો ૩૩૬ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે કારચાલક નરેશ ઓમપ્રકાશ બીશ્નોઇ(ઉ.વ ૨૧ રહે. કબુલી તા. ધોરીમના જી.બાડમેર,રાજસ્થાન) ને ઝડપી લીધો હતો.
પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ .૮.૬૮ લાખનો મુદામાલ કબજે કરી ઝડપાયેલા રાજસ્થાની શખસની પુછતાછ કરતા દાનો આ જથ્થો રાજસ્થાનથી શંકર નામના શખસનો હોવાનું અને અહીં રાજકોટ પહોંચ્યા બાદ માલ કોને પહોંચડાવનો હતો તે અંગેની સૂચના મળવાની હોવાનું તેણે જણાવ્યું હતું.જેથી પોલીસે માલ મોકલનાર રાજસ્થાની શખસ અને અહીં માલ જેને સપ્લાય કરવાનો હતો તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય દરોડામાં પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. વિજયભાઇ મેતા,કુલદિપસિંહ અને યવરાજસિંહને મળેલી બાતમીના આધારે ટીમે ગઢકા ગામથી આર.કે.યુનિ. જવાના રોડ પર બેઠા પુલ પાસેથી એક શંકાસ્પદ સ્વીફટ કાર અટકાવી તેની તલાશી લેતા તેમાંથી .૬૨,૪૦૦ ની કિંમતનો ૧૫૬ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે કુલદીપ ભભલુભાઇ ખાચર(ઉ.વ ૨૭ રહે.નડાળા તા. સાયલા) અને નિમેશ ઉર્ફે અભુ પ્રવિણભાઇ મેસવાણીયા(ઉ.વ ૨૧ રહે. અજમેર તા. વીંછિયા) ને ઝડપી લીધા હતાં.પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત . ૩,૬૯,૪૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.ઝડપાયેલા આ બંને શખસોની પુછતાછ કરતા દામાં ક્રિપાલસિંહ જયદેવસિંહ ગોહિલ (રહે.વનાળી તા. ગઢડા) નું નામ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ક્રિપાલસિંહને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application